હાલમાં ગુજરાતમાં અનેક યુવક-યુવતીઓ પોલીસ ભરતી પરીક્ષાની તૈયારીઓ કરતાં જોવા મળે છે. 23મી ઑક્ટોબરના રોજ લોકરક્ષકદળની ભરતીની જાહેરાત બાદ 9 નવેમ્બર સુધી ઑનલાઇન ફૉર્મ સ્વીકારમાં આવ્યાં હતાં.
રાજ્ય સરકારને 8,46,524 અરજીઓ મળી છે, જેમાં પુરુષ અને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સાડા આઠ લાખ જેટલા ઉમેદવારો માત્ર 10460 જગ્યા માટે સ્પર્ધા કરશે.
હાલમાં જ્યારે તમામ ફૉર્મ ભરાઇ ચૂક્યાં છે, ત્યારે ભરતી બોર્ડના અધિકારીઓ હવે ડેટા પ્રોસેસિંગમાં લાગી ગયા છે.
પત્રકારો સાથેની પોતાની વાતચીત દરમિયાન ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS અધિકારી હસમુખ પટેલે જણાવ્યું કે 12મી નવેમ્બર સુધી લોકોએ ફી ભરી દેવાની રહેશે.
20મી નવેમ્બરથી ઉમેદવારો કૉલલેટર ડાઉનલોડ કરી શકશે, 1થી 10 ડિસેમ્બરની વચ્ચે ફિઝિકલ ટેસ્ટની શરૂઆત થશે. આ ટેસ્ટ આશરે બે મહિના સુધી ચાલશે. માર્ચ મહિનાના પહેલાં સપ્તાહમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે
જોકે એવા અનેક લોકો છે, જેઓ હજી આ સ્પર્ધામાંથી બાકાત થઈગયા છે. તેમાંથી ઘણા એવા લોકો છે કે જેઓ છેલ્લા દિવસે એટલે કે 9 નવેમ્બરના રોજ ફૉર્મ ભરી ન શક્યા.
તેમાંના મોટા ભાગના લોકોનું કહેવું હતું કે છેલ્લા દિવસે સર્વર ડાઉનના મૅસેજ મળતા હોવાને કારણે તેઓ ફૉર્મ ભરી નથી શક્યાં
જોકે લોકરક્ષકદળ ભરતી બોર્ડના અધ્યક્ષ અને IPS અધિકારી હસમુખ પટેલે ટ્વીટ મારફતે જણાવ્યું હતું કે લોકોને હેરાન ના થવું પડે તે માટે બે વધારાનાં સર્વર ઉમેરાયાં હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુરતના રહેવાસી અને બી.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કરનારા સંદીપ કવાડ કહે છે કે, “તેઓ બીમાર હોવાને કારણે હૉસ્પિટલમાં દાખલ હતા અને તેમને ખ્યાલ હતો કે 8મી તારીખે તેમણે LRDની પરીક્ષા માટેનું ફૉર્મ ભરવાનું હતું
“મેં તે માટે ફોનમાં એલાર્મ પણ મૂક્યું હતું, પરંતુ 8 અને 9 નવેમ્બર બન્ને દિવસે, સર્વર ડાઉન હોવાને કારણે મારું ફૉર્મ ભરાયું નથી.”
તેઓ સર્વર ડાઉન હોવાના કારણે પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે, “9મી તારીખે તો આશરે 12કલાક ફોર્મ ભરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મને સફળતા મળી નહી “બીજા ઘણા એવા યુવાનો એવા હશે કે જેઓ છેલ્લા દિવસે પણ ફોર્મ ભરી ન શક્યા
જોકે ફૉર્મ ભરતી વખતે માત્ર સામાન્ય ઉમેદવારો જ નહીં, પરંતુ ઍક્સ સર્વિસમૅનને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જયદીપસિંહ વાઘેલા એક ઍક્સ સર્વિસમૅન છે.
8 અને 9 નવેમ્બર બન્ને દિવસે ઍક્સ સર્વિસમૅનના ક્વૉટામાં ફૉર્મ ભરવા માટે પ્રયાસો કર્યો હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.
જ્યારે બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, “જ્યારે એક્સ સર્વિસમૅન તરીકે અમે ફૉર્મ ભરીએ ત્યારે સરકારની તમામ જાહેરાતોમાં વયમર્યાદાની કૉલમ હઠી જતી હોય છે, કારણ કે અમને વયમર્યાદામાંથી બાદ કરવામાં આવેલા છે. પરંતુ LRDનું ફૉર્મ ભરતી વખતે આ કૉલમ ન હઠવાને કારણે હું ફૉર્મ ભરી શક્યો ન હતો.
આવા જ એક ઉમેદવાર સાબરકાંઠાના રૂપેશ પંચાલે “તેમનું ફૉર્મ ભરાઈ ચૂક્યું છે, પરંતુ તેઓ ઑનલાઇન ફી ભરી નથી શક્યા અને દરેક સમયે ટ્રાન્સેકશન ફેઇલ એવો મૅસેજ આવ્યો હતો .તેમને કહ્યું કે જો તમે ફી નહીં ભરોતો તમારું ફોમ રદ કરવામાં આવશે
હસમુખ પટેલે કહ્યું કે “હું વારંવાર ટ્વિટરના માધ્યમથી કહેતો આવ્યો છું કે ફૉર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ ન જુઓ. છેલ્લી ઘડીએ ઘણા લોકોએ ફૉર્મ ભરતા સર્વર ડાઉન થયાં હતાં અને અમે વધારાનાં બે સર્વર પણ શરૂ કર્યાં હતાં. તેમ છતાં કેટલાક લોકો રહી ગયા છે. જોકે આમાં કશું થઈ શકે તેમ નથી.”
દાખલા તરીકે પુરષ ઉમેદવારને 25માંથી 25 ગુણ મેળવવા માટે પાંચ કિલોમીટરનું અંતર 20 મિનિટમાં કાપવાનું રહેશે. અને જો તેઓ આ દોડ 24થી 25 મિનિટ વચ્ચે પૂર્ણ કરે તો તેમને 10 ગુણ મળશે.
આવી જ રીતે 21.30થી 22 મિનિટમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 20 ગુણ મળશે. એટલે કે ઉમેદવારે લીધેલા સમય પ્રમાણે તેમને ગુણ આપવામાં આવશે.
આવી જ રીતે મહિલા ઉમેદવારે 1600 મીટરની દોડની કસોટીને પૂરા 25 ગુણ મેળવવા માટે સાત મિનિટમાં દોડ પૂરી કરવી પડશે.
ઍક્સ સર્વિસમૅનને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને પૂરા 25 ગુણ મેળવવા માટે તેમણે આ દોડ સાડા નવ મિનિટમાં પૂરી કરવી પડશે.
એ પરિવારોની કહાણી, જેઓ તાલિબાનના શાસનમાં બાળકો વેચવા મજબૂર થયાં
પાકિસ્તાનના ચીફ જસ્ટિસે જ્યાં દિવાળી ઊજવી એ હિંદુ મંદિર કેમ છે ખાસ?
એક તરફ જ્યાં આશરે 20 હજાર રૂપિયાની નોકરી માટે આશરે 10.5 જેટલા લોકો ફૉર્મ ભરી રહ્યા છે, જેમાં બી.એસ.સી, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે ઘણા લોકોનું માનવું છે કે સરકારી નોકરી માટે આ પડાપડી રાજ્યની હાલની પરિસ્થિતિનો ચિતાર આપે છે.
“એ વાતમાં કોઈ નવાઈ નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો સરકારી નોકરી માટે પડાપડી કરી રહ્યા છે. હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ, ભલે તે નોકરી કરતી હોય તો તે પણ એક સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરશે, કારણ કે છેલ્લાં બે વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરમાં ઘણી નોકરીઓ ગઈ છે, માટે લોકોને સરકારી નોકરી જોઈએ છે.”
હીરવેએ ગુજરાત રાજ્યની વાત કરતાં કહ્યું કે, “ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ વધારે છે, પરંતુ તે નોકરીઓની ગુણવત્તા સારી નથી, લોકોને ઓછો પગાર મળે છે, તેમને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે. અહીંની પરિસ્થિતિ કર્ણાટક કે કેરળ જેવાં રાજ્યો કરતાં પણ ખરાબ છે, માટે અહીં દરેક વ્યક્તિને પોતાની નોકરીની સેફ્ટી જોઈએ અને એટલા માટે જ આ પ્રકારનો ધસારો જોવા મળી રહ્યો છે.