સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં BSE નો 30 શેરો વાળા સેન્સેક્સ 200 પોઈન્ટ ના ઘટાડા સાથે ખુલ્યા હતા, જ્યારે NSE નો નિફ્ટી પણ લાલ નિશાન પર શરુ થયો હતો. બંને સૂચકાંકો પાછલા ટ્રેડિંગ દિવસમાં ઘટાડા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર છે
આજે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 251.15 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 60,071.22 પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ દિવસના બંધ દરમિયાન નિફ્ટી 18 હજારની સપાટીથી સરકી ગયો હતો અને આજે પણ 64.60 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા સાથે 17,934.60 પર ખુલ્યો હતો.
મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો
મંગળવારે ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 396.34 પોઈન્ટ્સ અથવા 0.65 ટકાના ઘટાડા સાથે 60,322.37 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 110.25 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 18000ની નીચે 17,799.20 પર બંધ થયો હતો.