વિરાટ કોહલી અને MISS WORLD 2017 માનુષી છિલ્લર એક ઇવેન્ટ દરમિયાન દિલ્હીમાં મળ્યા હતા. આ બંને સીએનએન ન્યુઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ શોમાં સામેલ થયા હતા. જ્યા વિરાટે માનુષીને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ પણ આપ્યો હતો. આ સમયે વિરાટે માનુષીને કહ્યુ હતુ કે તમને આ એવોર્ડ આપવો મારા માટે સન્માનજનક બાબત છે.
– આ ઇવેન્ટમાં માનુષીએ વિરાટને સવાલ પુછ્યો કે આજે જો વિશ્વના બેસ્ટ બેટ્સમેનમાંથી તમે એક છો, અને લિવિંગ ઇન્સપિરેશન છો, તમે સમાજને ઘણું બધુ આપી રહ્યા છો.
– માનુષીને જવાબ આપતા કોહલીએ કહ્યુ કે, મારા મતે તમે શું કરો છો અને ક્યારે કરો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તમારે પોતાની જાતને ફિલ્ડ પર એક્સપ્રેસ કરવાની રહેશે , પરંતુ તે સાચું અને દિલથી કરેલુ હોવુ જરૂરી છે.
– ઇવેન્ટ દરમિયાન માનુષીને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તે એમબીબીએસ પૂર્ણ કરશે કે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. માનુષીએ જણાવ્યુ કે મે એમબીબીએસની સીટ માટે ઘણી મહેનત કરી છે અને હું બોલીવુડ માટે તેને સરળતાથી જવા નહીં દઉં