શેરબજાર ગુરુવારે સતત ત્રીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 372.32 પોઈન્ટ ના ઘટાડા સાથે 59,636.01 ના સ્તર પર બંધ થયા છે. તેમાં 0.62 ટકાનો ઘટાડો થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી પણ 133.85 પોઈન્ટ અથવા 0.75 ટકાના ઘટાડા સાથે 17,764.80 પર બંધ રહ્યો હતો.
શેરબજારની શરૂઆત આજે લીલા નિશાન પર થઈ હતી. BSE સેન્સેક્સ 22 પોઈન્ટના વધારા સાથે 60,030 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 10 પોઈન્ટ વધીને 17,909 પર ટ્રેડિંગ શરૂ કરી હતી. બુધવારે શેરબજાર લાલ નિશાન પર બંધ થયા હતા.