દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થતાં, ટ્રેનોની અવરજવર સામાન્ય થવા લાગી છે. આ સાથે રેલવે દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હવે વધુ એક મહત્વનો નિર્ણય લેતા રેલ્વેએ ટ્રેનોમાં રાંધેલા ભોજનને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. જો કે હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ સુવિધા કઈ તારીખથી શરૂ થશે.
Discontinued due to COVID-19 restrictions, railways to resume serving cooked food in trains: Railway Board
— Press Trust of India (@PTI_News) November 19, 2021
ટ્રેનોમાં ભોજન બનાવવાની વ્યવસ્થા પણ કોરોના સમયગાળા દરમિયાન બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસના કેસ ઘટ્યા બાદ રેલવે બોર્ડે નિર્ણય લીધો છે. તાજેતરમાં, રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન ચાલતી વિશેષ ટ્રેનોને બદલે સામાન્ય ટ્રેનોને જૂના ભાડા સાથે ચલાવવાની જાહેરાત કરી હતી.