શું તમે વારંવાર બીમાર પડો છો? ઘરમાં છુપાયેલ હોય શકે છે એનું મોટું કારણ, આજે જ કરો આ ઉપાય
બદલાતું હવામાન, વિવિધ પ્રકારના વાઈરસ-રોગ કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને વારંવાર પરેશાન કરે છે, તો તેનું કારણ તમારા ઘરમાં છુપાયેલું હોઈ શકે છે. વાસ્તવમાં ઘરના કેટલાક એવા વાસ્તુ દોષ હોય છે જે ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. તેથી, ઘરના લોકો ઘણીવાર કોઈને કોઈ રોગનો શિકાર બને છે અથવા લાંબી સારવાર પછી પણ તેમની તબિયતમાં સુધારો થતો નથી. આવી પરિસ્થિતિઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ઘરનો મુખ્ય દરવાજો સાફ રાખો
ઘરની મોટાભાગની નકારાત્મકતા ઘરના મુખ્ય દ્વારથી જ આવે છે. તેથી તેને હંમેશા સાફ રાખો. મુખ્ય દરવાજો તૂટવો જોઈએ નહીં અને તેમાં કોઈ તિરાડ ન હોવી જોઈએ. આ વાસ્તુ દોષ ઘરના લોકોના સ્વાસ્થ્ય પર સૌથી ખરાબ અસર કરે છે. જો શક્ય હોય તો રોજ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવો.
જગ્યા ખાલી રાખો
ઘરનો વચ્ચેનો ભાગ ખાલી અને સાફ રાખો. આ જગ્યા પર ગંદકી થવાથી બીમારીઓ ઉપરાંત ધનનું નુકસાન પણ થાય છે.
કરોળિયાના જાળા
ઘરના ખૂણા, દરવાજા અને બારીઓ પર કરોળિયાના જાળાની હાજરી તણાવ વધારે છે. આ સિવાય શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.
બીમ હેઠળ સૂશો નહીં
બીમ નીચે સૂવાથી ઘણું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય સિવાય તેની વિવાહિત જીવન પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. આ સિવાય દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું.