વલસાડ જીલ્લામા ધરમપુર ખાતે વડાપ્રધાનની સભા યોજાઈ હતી. જેમાં ભાજપના સ્થાનિક સંગટન દ્વારા ભાજપના વલસાડના વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય દોલત (કાકા) દેસાઈની અવગણના કરાઈ હતી. દોલત કાકા દેસાઈ ભાજપના વલસાડ બેઠક ઉપર 6વખત જીતેલા ઉમેદવાર છે.તેમને સ્ટેજ ના બદલે પબ્લિકમાં બેસાડતા કાકા નારાજ થયા હતા. ભાજપનો વલસાડમાં દબ દબો રાખનાર દોલત કાકાની અવગણના કરાતા કાકા નારાજ થયા હતા. અને તેમને એક સામાન્ય માણસની જેમ કેમ બેસાડ્યા તેવુ કાકાએ કહ્યુ હતુ.