ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે અાવ્યું હતું. ચૂંટણી પંચ (EC)એ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શી યોજવામાં આવશે તેઓ ભરોસો આપ્યો છે.ચૂંટણી પંચ (EC) તરફથી કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી કરાવવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી ચાલે છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતીની ટીમ સાથે ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે 2થી 4 ડિસેમ્બર દરમિયાન 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
મુલાકાત દરમિયાન ચૂંટણી કમિશનર અને તેમની ટીમે ચૂંટણી પંચની તૈયારીઓ, આચારસંહિતાનું અમલીકરણ, મળેલી અને નિકાલ થયેલી ફરિયાદો, મતદાન કેન્દ્રો, મતદાર યાદી, ઉમેદવારોની સ્થિતિ, વીએમ-વીવીપેટ મશીન સહિતની વ્યવસ્થા તથા કર્મચારીઓની ફાળવણી, ઓબ્ઝર્વર નિમણૂક, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલાં પગલાં સહિતની બાબતોની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ટીમ ગુજરાતની મુલાકાત લીધી હતી. બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે શરૂ થાય તે પહેલા પણ ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાત લેશે.

New Delhi: Achal Kumar Jyoti assumes charge as the Election Commissioner in New Delhi on Wednesday. PTI Photo by Shirish Shete (PTI5_13_2015_000039B)