જાણીતા ફિલ્મ અભિનેતા શશીકપૂરનું આજે ટૂંકી માંદગીબાદ આજે નિધન થયું છે. 1938માં જન્મેલા શશીકપૂરે દાયકાઓ સુધી હિન્દી ફિલ્મમાં રાજ કર્યુ છે. 1950માં ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે સંગ્રામ અને આવાહા જેવી ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરનાર શશી કપૂરે ભારતીય સીનેમાં એક નવી છાપ ઉભી કરી છે. 116 ફિલ્મોમાં કામ કરનાર શશીકપૂરની 1970થી 80ના દાયકામાં અમિતાભ બચ્ચન સાથે આવેલી ફિલ્મો હિટ રહી હતી. એમાંય દિવારમાં એન્ગ્રીયંગ મેનની ભૂમિકા તરીકે જાણીતા થયેલા અમિતાભ બચ્ચનની સામે કેરેક્ટર રોલમાં શશીકપૂરનો અભિનય સરાહનીય રહ્યો હતો.
આ ફિલ્મમાં બચ્ચનની છાપ ભલે બદલાઇ હોય પણ શશીકપૂરના ડાયલોગ (મેરે પાસ માં હૈ) જે આજે પણ લોકોની જીભે ચઢેલો છે. એટલુ જ નહીં ઘણી જાહેરાતો અને સ્ટેન્ડઅપ કોમેડીમાં આ ડાયલોગ વપરાયો છે. અલબત્ત દીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચન છવાયેલો રહ્યો હોય પણ આ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ શશીકપૂરને મળ્યો હતો. અને બેસ્ટ એક્ટર તરીકે જુુુુનુુન ફિલ્મમાં એવોર્ડ મળ્યો હતો. જેનીફર સાથે લગ્ન કર્યા પછી ત્રણ બાળકોનાોજન્મ થયો હતો. એમણે જેનીફર સાથે મળી 1975માં પૃથ્વી થીયેટર બનાવ્યુ હતું.
ફાની દુનિયા અને બોલીવુડ માંથી આજે એક્જીટ કરી ગયેલા શશીકપૂરનું સ્વાસ્થ્ય આમ તો સારૂ હતુ 2012માં માત્ર મોતીયાનું ઓપરેશન કરાવ્યું એ પહેલાં 2011માં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો. 1980ના દાયકામાં રોમેન્ટીક હિરો તરીકે છવાયેલા શશીકપૂર અને બચ્ચનની જોડી બોલીવૂડને લઇને એમણે અજૂબા ફિલ્મનું ડિરેક્શન કર્યુ હતુ જેમાં એમની પત્ની જેનીફરે કામ કર્યુ હતું. જેનીફરના કેન્સરમાં થયેલાં મોત બાદ એમણે કેન્સર પેશન્ટ માટે કામ કર્યુ હતુ અને 2006 પછી ફિલ્મોમાંથી નિવૃતિ લીધી હતી. અને ત્યારબાદ માત્ર બે ફિલ્મમાં કેરેક્ટર રોલ કર્યા હતા.