Surat સુરત ડિજિટલ અરેસ્ટ: આર્થિક મફિયાઓ પાસેથી ફરિયાદીના 1 કરોડ રુપિયાની રિકવરી માટે પોલીસ એક્શન મોડમાં, ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈની ધરપકડનાં ભણકારા
Surat સુરતનાં ઘોડદોડ રોડ પર રહેતા અને નિવૃત્ત જીવન ગાળી રહેલા સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ કરીને એક કરોડ રુપિયા કરતાં વધારાની રકમ ઉસેટી લેનારા આર્થિક માફિયાઓ પૈકી આઠથી નવ જેટલા આરોપીઓને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. હવે સાયબર પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની એક કરોડ રુપિયા કરતાં વધારાની રકમની રિકવરી માટે પોલીસ દ્વારા સધન અને સખ્ત તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે.
વિગતો મુજબ ફરિયાદ પ્રમાણા સીબીઆઈ ઓફિસર અને આઈપીએસ ઓફિસર હોવાનું જણાવી
સુરતનાં સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ કરીને 1.05 કરોડ જેટલી માતબર રકમ અલગ અલગ એકાઉન્ટમાં નંખાવીને આર્થિક માફિયાઓએ કારસ્તાન કરતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આઠથી નવ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમાં મુખ્ય સૂત્રધારની નજીકનો ધરોબો ધરાવતા આમીર પીરભાઈની ધરપકડ કરી તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ આમીર પીરભાઈની સાથે અન્ય ત્રણ નામો પણ પોલીસ તપાસમાં ખૂલવા પામ્યા છે.
જેમાં ચોકબજાર ભાગાતળાવના ઉંમર જનરલ, તેનો ભાઈ યુનુસ જનરલ અને આ બન્નેનાં બનેવી અહેમદ પીરભાઈનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આ ત્રણેય સૂત્રધારોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વિગતો મુજબ 1.05 કરોડની રિકવરી માટે સાયબર ક્રાઈમ પોલીસનાં પીઆઈ ગામીત દ્વારા ભાગતા ફરી રહેલાં આરોપીઓ ઉંમર, યુનુસ અને અહેમદને ઝડપી પાડવા માટે તપાસને સઘન બનાવી દેવામાં આવી છે. આ ત્રણેયની ગમે ત્યારે ધરપકડનાં ભણતકારા વાગી રહ્યા છે. ત્રણેય આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.