અમદાવાદના બોપલમાંથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ અમેરિકન ડ્રગ્સ કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કાંડનો આરોપી વંદિત પટેલ રમાડા હોટલમાં સાત જેટલી ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાની એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. અન્ય ડ્રગ્સ પેડલરો દ્વારા પણ રમાડા હોટલમાં ડ્રગ્સ પાર્ટીઓ યોજવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જેમાં 5 પેડલરો અમદાવાદના છે અન્ય 2 પેડલરો સાઉથ ગુજરાત એટલે કે વાપી અને દમણ બાજુના છે. હાલ તમામ પેડલરો જમીનમાં ઉતરી ગયા છે પરંતુ આ તમામ પેડલરો ગ્રામ્ય પોલીસની રડારમાં છે. આવનારા નજીકના સમયમાં ગ્રામ્ય પોલીસની એક ટીમ ચેન્નાઇ પણ તપાસ માટે જવાનીછે.હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે રમાડા હોટલનો એક વર્ષનો ડેટા મંગાવ્યો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર કેસમાં કોઈ જ કચાસ ના રહી જાય તે માટે થઈને કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે 3 જેટલાં PSI કક્ષાના અધિકારીઓ સમગ્ર કેસ હેન્ડલ કરશે પણ કેસના કાગળો તૈયાર કરવામાં માટે રાખી છે.હાલમાં આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે રમાડા હોટલનો એક વર્ષનો ડેટા મંગાવ્યો છે
હાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કસ્ટડીમાં રહેલા વંદિત પટેલની મેરેથોન પૂછપરછ થઈ રહી છે. એસપી રિંગ રોડ પાસે કેટલાક ફાર્મ હાઉસમાં પણ ડ્રગ્સ પાર્ટીઓનું વંદિત પટેલ અગાઉ આયોજન કરી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાર્સલ કેલિફોર્નિયાથી આવ્યા હતા, જેનું 4 કરોડનું પેમેન્ટ ક્રિપ્ટોકરંસી દ્વારા મોકલવામાં આવ્યું હતું. જે અંગેના પુરાવા સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એફબીઆઈને પત્ર લખવાની તૈયારી શરૂ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયરો વિરુદ્ધ પગલાં લેવાય તે માટે તમામ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.ડ્રગ પેડલર વંદિત પટેલે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચેન્નઈમાં પણ ડ્રગ્સના પાર્સલોની ડિલિવરી લીધી હોવાની આ માહિતી સામે આવી છે. સાથે જ વંદિતની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે તેના મિત્રો સાથે મુંબઈમાં ડ્રગ્સ પાર્ટી પણ યોજી હતી. માટે વંદિતનું નેટવર્ક અન્ય કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.