અતિશય ખરાબ વાતાવરણને કારણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેની જાહેરસભાઓ મોકૂફ રાખવામા આવેલ છે. એવી જ રીતે બનાસકાંઠામાં ભાજપના રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાની જાહેરસભાઓ રદ કરવામાં આવી છે.બનાસકાંઠાના પાંથાવાડામાં વસુંધરા રાજેની સભા હતી પરંતુ ખરાબ હવામાનના કારણે વસુંધરા રાજેના હેલીકોપ્ટર ઉડાન જ ભરી શક્યું નહોતું પરિણામે તેમની જાહેરસભા રદ થઇ હતી.
વરસાદી માહોલના કારણે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવની જાહેરસભાનો પણ ફિયાસ્કો થયો હતો.અખલેશ યાદવની જાહેરસભા જામજોધપુરમાં યોજવામાં આવી હતી,જો કે ઓખી વાવાઝોડાના એલર્ટના કારણે તેમની સભાની 90 ટકા જેટલી ખુરશીઓ ખાલી રહી હતી.
ઓખી વાવાઝોડાએ રાજ્યના બીજા અનેક નેતાઓના ચૂંટણી પ્રચારમાં પણ બ્રેક મારી છે.પોરબંદરમાં ભાજપના બાબુ બોખીરીયા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાના પ્રચારમાં તકલીફો આવી રહી હતી અને લોકો ભેગા થઇ શકતા નહોતા.
અામ અોખીના કારણે રાહુલ ગાંધીની મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેની જાહેરસભાઓ મોકૂફ રાખવામા આવેલ છે.