ગુજરાત વિધાન સભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે શનિવારે યાજનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતી કાલ સાંજ સુધીમાં અંત આવશે. એ પૂર્વે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અનેે દ.ગુુજરાતમાં ચૂૂંટણી પ્રચારનું વાવાઝોડુ ફુંકાયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઓખી વાવાઝોડાને કારણે ગઇકાલે વરસાદ અને બર્ફીલા પવનને કારણે પ્રચાર કાર્ય ઉપર બ્રેક લાગી ગઇ હતી. તે પછી આજે સવારથી જ 89 બેઠકો પર જોરશોરથી પ્રચાર શરૂ થઇ ગયો છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય પ્રધાનો, નેતાઓ તથા રાજકીય પક્ષોના નેતાઓની રેલીઓ, સભાઓ,રોડ-શો યોજાશે.
દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ગુજરાતનો આ પ્રતિષ્ઠિત જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ જોર લગાવી રહ્યુ છે. ભાજપ ગુુજરાતમાં 22 વર્ષથી સત્તાના સિંહાસન ઉપર છે. તે સતત છઠ્ઠી વખત વિકાસના નામે મત માંગી સત્તાનું સુકાન સંભાળવા માંગ્ છે. તો કોંગ્રેસ 22 વર્ષનો વનવાસ પુરો કરી નવસર્જનના નામે ગુજરાતની ગાદી સંભાળવા થનગની રહે છે. તો અન્ય પક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા માટે જંગમાં ઉતરી પડ્યા છે.
ચૂંટણી આડે હવે કલાકો જ બાકી રહ્યા હોવાથી તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા છે. આવતી કાલે સાંજથી પ્રચાર પડઘમ બંધ થઇ જશે. એ સાથે જ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ થશે. ગુજરાતમાં શનિવાર મતદાનની રાત અને શુક્રવાર કતલની રાત ગણાશે.
ચૂંટણી ન્યાય પૂર્ણ અને નિષ્પક્ષ થાય તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. તમામ મતદાન મથકો ઉપર ચુુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે. અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન આપવામાંં આવી રહ્યુ છે.