ભારતે જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી સ્વદેશ બનાવટની સુપર સોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સ્વદેશી મિસાઇલે એક યુએવી ‘બંસી’ (માનવ રહીત વાયુ યાન)ને સફળતાપૂર્વક નિશાન પર લીધું હતું. આ પરીક્ષણ મંગળવારે બપોર બાદ બાલાસોર નજીક ચાંદિપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર)ના પરિસર-૩ પરથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
આ સુપર સોનિક મિસાઇલ પ્રથમ એવી સ્વદેશી મિસાઇલ છે જેનો જમીન પરથી હવામાં પ્રહાર કરવા માટે સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ બાદ ભારતે જમીન પરથી હવામાં કોઇ પણ મિસાઇલનો નાશ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે.
સુપરસોનિક મિસાઇલ આકાશની પ્રહાર ક્ષમતા રપ કિલોમીટર છે અને તે પપ કિલોગ્રામ સુધીનાં શસ્ત્રો પોતાની સાથે લઇ જઇ શકે છે. તે કોઇ પણ વાતાવરણમાં કામ કરી શકે છે અને મિડિયમ રેન્જ એર ટાર્ગેટને નીચે, મધ્યમ અને ઉંચાઇ પર ટાર્ગેટને વિંધી શકે છે. આ મિસાઇલમાં રેમજેટ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ઓટો પાઇલટ સિસ્ટમથી સજજ છે તેના કારણે આ મિસાઇલની પ્રહાર ક્ષમતા વધુ સચોટ બને છે.
તમામ ભારતીયો માટે સુપરસોનિક મિસાઇલ આકાશ પર ગર્વ લઈ શકે છે.