અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઘરમાં એકલી જોઈ ઘરે આવેલા સંબંધી યુવકે તેની સાથે અડપલાં કર્યા પરિણીતાનો હાથ પકડી પાછળથી ગાલ પર કિસ કરી હતી. મહિલા બહાર જતી હતી ત્યારે જબરજસ્તી હાથ પકડી તેને પલંગ પર સુવડાવી અડપલાં કરી અભદ્ર માંગણી કરી હતી. યુવક દ્વારા આવી હરકત કરવામાં આવતા તેને ધક્કો મારી પરિણીતા બહાર જતી રહી હતી. ત્યારબાદ પરિણીતાએ તેના પરિવારજનો અને પતિને જાણ કરતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં 22 વર્ષીય પરિણીતા તેના પતિ અને બે વર્ષની દીકરી સાથે રહે છે. પરિણીતાનો પતિ નિકોલમાં મોબાઇલની દુકાન ધરાવી વેપાર કરે છે. પતિ હાલમાં ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં ગયો છે. રવિવારે બપોરે પરિણીતા તેના ઘરે એકલી હતી ત્યારે તેના પિતાના મામા દીકરો ઘરે આવ્યો હતો. તેણે પૂછ્યું હતું કે, જમવાનું શું બનાવ્યું છે? એટલે પરિણીતાએ કહ્યું હતું કે, બટાકાનું શાક અને રોટલી બનાવી છે. જેથી યુવકે જલ્દી જમવાનું આપ નહીં તો હું તને ખાઈ જઈશ કહીશ એમ કહી મજાક કરી હતી. જેથી પરિણીતાએ આવી મજાક ન કરવા કહ્યું હતું.પિતરાઈ ભાઈએ જબરજસ્તી કરી પલંગ પર સૂવડાવી દીધી ત્યાર પછી યુવકે પાછળથી હાથ પકડી અને ગાલ પરઅડપલાં કર્યા આવી હરકત કરતા યુવકથી દૂર જવા પરિણીતા બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવકે તેનો હાથ પકડી અને જબરજસ્તી પલંગ પર સુવડાવી દીધી હતી. બાદમાં તેની ઉપર સુઈ જઈ અડપલાં કર્યા હતા અને અભદ્ર માંગણી કરી હતી.
આવી ઘટનાથીગભરાઈને ને પરિણીતાએ તેને ધક્કો મારીને દૂર કર્યો હતો. પરિણીતાની સંમતિ ન હોય તેવું જણાતા યુવક ત્યાંથી ઘરે જતો રહ્યો હતો. બાદમાં પરિણીતાએ તેના પરિવારજનો અને પતિને ફોન કરી ઉત્તર પ્રદેશ ખાતે જાણ કરી હતી. પતિએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવાનું કહેતા અમરાઈવાડી પોલીસ આવી પહોંચી હતી અને પરિણીતાએ તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરાવમાં આવી છે