વોક વે ને નુકસાન નો જવાબદાર કોણ ?
વલસાડ ના એક માત્ર રમણીય સ્થળ તરીકે ઓળખાતો તિથલ બીચ પર રોજિંદા અસંખ્ય પર્યટકો બહાર થી તિથલ ની મુલાકાતે આવતા હોય છે જેના લીધે વલસાડ નું આ એક માત્ર પર્યટક સ્થળ જાણીતું છે પરંતુ અહીં વલસાડ ના કેટલાક સરકારી બાબુઓ ના નબીરાઓ જાણે તેમના બાપનો કાયદો હોય તેમ જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી પોતાની હોશયરી બતાવતા હોય છે ત્યારે ગતરોજ સાંજ ના સમયે વલસાડ ના એક સરકારી ઓફિસર ના પુત્રો તેમના મિત્રો સાથે એક પંજાબ પારસિંગ નું જીપ્સી લઈ તિથલ વૉક વે પર જીપ્સી ચઢાવી સ્ટંટ કરતા વિડ્યો સોસિયલ મીડિયા પર વાયરલ કરતા આ નબીરાઓ જાહેર માં પોતાના બાપની છબી ખરાબ કરી કાયદાનું ઉલઘન કરતા નજરે પડ્યા હતા, તેટલુંજ નહીં અગાવ પણ આજ નબીરાઓ ઓ થોડા મહિના અગાવ વલસાડ પોલીસ ના હાથે જાહેરમાં સ્ટંટ કરતા પકડાય હતા જ્યાં પોલીસે તેમની આ હરકત ને ધ્યાને લઇ કાયદાકીય પગલાં ભરી તેમનું વાહન ડિટેન કરી આર. ટી.ઓ મેમો ભરાવી કાયદાનું પાથ ભણાવ્યું હતું પરંતુ તેમ છતાં આ નબીરાઓ જાહેરમાં પર્યટક સ્થળ પર આવી હરકત કરતા નજરે પડ્યા છે અને જો અહીં કોઈ પર્યટક ને આવા ગંભીર સ્ટંટ માં કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ?, જેથી આવા માથાભારે નબીરાઓ સમક્ષ વલસાડ પોલીસ નજર રાખે તેવી પર્યટકો માં માંગ ઉઠી છે.