અમદાવાદના ધમધમતા લાલદરવાજા વિસ્તારમાં આવેલા વીજળી ઘરની સામે હનુમાન ગલીમાં સમી સાંજે ફાયરિંગની થતા દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સોએ મયુ નામના વ્યક્તિ પર કર્યું હતું. જેની સામે મયુએ પણ વળતુ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગની ઘટનાના પગલે કારંજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૈયુ ક્રાઇમ બ્રાન્ચના બાતમીદાર તરીકે ઓળખાય છે.
બે વાહન પર આવેલા ચાર અજાણ્યાં શખસો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ખરેખર ફાયરિગ થયું છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બે પિસ્તોલ વડે એક વ્યક્તિ ફાયરિંગ કરવા ગયો, પરંતુ એકવાર ફાયરિંગ ન થતાં બીજા હાથે ફાયરિંગ કર્યું હતું. પરંતુ મયુની સાઈડમાંથી ગોળી નીકળી ગઈ હતી.
7 ડિસેમ્બરે વસ્ત્રાલમાં યુવક પર ફાયરિંગ
આ પહેલાં 7 ડિસેમ્બરના રોજ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં યુવક પર ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં યુવકને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા થઈ હતી. ત્યાર બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વસ્ત્રાલ રિંગ રોડ પાસે બપોરે વાત્સલ્ય હાઈટ પાસે ઈશ્વર ઠાકોર નામના યુવાન પર ફાયરિંગ કરીને કેટલાક લોકો ફરાર થઇ ગયા હતાં. જેમાં પ્રદીપ રાજપૂત નામના શખસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી યુવકના માથામાં ગોળી મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.
આ હુમલામાં યુવકને ખૂબ લોહી નીકળતા તે નીચે પટકાયો હતો. ત્યાર બાદ યુવકને નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધોળે દિવસે બનેલા આ બનાવ પાછળ અંગત અદાવત હોવાનું પોલીસ માની રહી છે.