ગુજરાતમાં કોંગ્રેસ માં જગદીશ ઠાકોર ની એન્ટ્રી થતા જ તેઓ કામે લાગ્યા છે અને ખુબજ આત્મ વિશ્વાસ ધરાવે છે તેઓ એ ગુજરાત કોંગ્રેસ ની કમાન સંભાળતા જ 125 સીટો કબ્જે કરશે તેમ જણાવી દીધું છે અને તેઓ એ ભાજપ અને ભાઉ સાહેબ ની 182 સીટનો લક્ષ્યાંક ની વાત સામે સવાલ કરી જણાવ્યું છે કે આ દેશમાં લોકશાહી અને બંધારણ સમાપ્ત થઇ ગયું છે ? 182 સીટ લઈને રાજ કરવું છે. આ વાત જ બંધારણીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બિલકુલ બેહૂદી લાગે અને જાણે ગલીનું બાળક બોલતું હોયને એવું લાગે, તેઓ એ કહ્યું કે લક્ષ્યાંક પ્રજા નક્કી કરવાની છે.

તેમ છતાં અમારું પ્લાનિંગ અમારું આયોજન, અમારી રણનીતિ એ બધું જ જોતાં અમે 125ના ટાર્ગેટ સાથે સરકાર બનાવીશું તેમાં કોઈ બે મત નથી આમ ભાજપ ના 182 ની સીટ સામે કોંગ્રેસે પોતાનો 125 ની સીટ નો ટાર્ગેટ જણાવી દીધો છે અને જંગ બાદ ખબર પડશે કે કોણે કેટલી બાજી મારી તેમ લલકાર કરતા હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર નો અંદેશો આપી દીધો છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી તરફ થી કોઈ કાર્યક્રમો કે નિવેદનો આવવાનું બંધ થઇ ગયું છે અગાઉ પત્રકાર ઈશુદાન ગઢવી ની એન્ટ્રી સમયે જે માહોલ હતો તે જાણે ગાયબ થઈ ગયો છે પણ ચૂંટણી નજીક આવતા બધા પક્ષો કામે લાગશે તેમ મનાય છે.
ગુજરાત માં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ઓવેશી અને મમતા બેનર્જી ના ઉમેદવારો ચૂંટણી જંગ માં ઝંપલાવે તેવો માહોલ આવનારા દિવસો માં ગુજરાત માં જોવા મળશે.
પબ્લિક પાસે ઘણા બધા ઓપ્સન હશે પણ બહુમતી કોને મળશે કોનું માર્કેટિંગ વધારે હશે તે કહેવું મુશ્કેલ હશે.