નવી દિલ્હી: ભારતમાં પણ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ભારતમાં રવિવારે ટોટલ પાંચ નવા કેસ નોંધાયા હતા. જેમાં કેરળમાં રવિવારે પણ ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. ચેપગ્રસ્ત દર્દી બ્રિટનથી અબુ ધાબી થઈને ભારત આવ્યો છે. આ સાથે દેશમાં એમીક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે.
અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસના એમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. એક 40 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી દિલ્હી થઈને નાગપુર પહોંચ્યો છે.
રવિવારે જ કર્ણાટક ચંદીગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, ભારત સરકાર ઓમિક્રોનના સંક્રમણને રોકવા માટે સાવચેતી રાખી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પરીક્ષણ અને રસીકરણ પર ભાર આપવા જણાવ્યું છે.
જોકે, તે છતાં પણ ભારતમાં પ્રતિદિવસ ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં 38 કેસ નોંધાઈ ચૂક્યા છે.