બદલાવા જઈ રહ્યો છે OTPનો અંદાજ! સાયબર ફ્રોડ રોકવા TRAI બનાવી રહ્યું છે નવો માસ્ટર પ્લાન

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

હવે નોટિફિકેશનમાં સીધો નહીં દેખાય OTP? ગ્રાહકોની સુરક્ષા માટે TRAI લાવી રહ્યું છે નવો નિયમ!

આજના ડિજિટલ યુગમાં બેંક ટ્રાન્ઝેક્શનથી લઈને ઓનલાઈન શોપિંગ અને સોશિયલ મીડિયા લોગિન સુધી, દરેક જગ્યાએ વન ટાઈમ પાસવર્ડ એટલે કે ‘ઓટીપી’ (OTP) ની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓનલાઈન થતા મોટાભાગના સાયબર ફ્રોડના મૂળમાં પણ આ ઓટીપી જ હોય છે? અવારનવાર લોકો ઉતાવળમાં આખો મેસેજ વાંચ્યા વગર જ ઓટીપી શેર કરી દે છે અથવા ખોટા નોટિફિકેશન પર ક્લિક કરી બેસે છે, જેનાથી તેઓ સ્કેમર્સનો ભોગ બને છે.

આ જ બેદરકારી અને વધતા સાયબર ફ્રોડ પર લગામ લગાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એક મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. TRAI હવે ઓટીપી મેસેજના નિયમો અને તેના ફોર્મેટમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેથી યુઝર્સ અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકે.

- Advertisement -

OTP Rules

શું છે TRAIની નવી યોજના અને કેમ પડી આની જરૂર?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TRAI દેશના અગ્રણી ટેલિકોમ ઓપરેટર્સ સાથે મળીને ઓટીપી માટે એક સ્ટેન્ડર્ડ એટલે કે સમાન ફોર્મેટ લાગુ કરવા પર વિચાર કરી રહી છે.

- Advertisement -

હાલના સમયમાં દરેક કંપની પોતાના હિસાબે અલગ-અલગ ફોર્મેટમાં ઓટીપી મેસેજ મોકલે છે. કેટલાક મેસેજમાં કોડ સૌથી ઉપર હોય છે, તો કેટલાકમાં મેસેજની વચ્ચે લખેલો હોય છે. ઘણી વાર ફોનની સ્ક્રીન પર આવતા નોટિફિકેશનમાં જ આખો ઓટીપી દેખાઈ જાય છે, જેનાથી પાસે બેઠેલી કોઈ પણ અજાણી વ્યક્તિ તેને જોઈ શકે છે. આ ગેરવ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ નકલી મેસેજ બનાવીને લોકોને જાળમાં ફસાવી લે છે.

નવા નિયમો લાગુ થયા પછી OTP મેસેજમાં શું-શું બદલાશે?

પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ આવનારા દિવસોમાં જ્યારે પણ તમારી પાસે કોઈ ઓટીપી આવશે, તો તેમાં ત્રણ બાબતો બિલકુલ સ્પષ્ટ અને પ્રમુખતાથી દર્શાવેલી હશે:

  1. સ્પષ્ટ હેતુ (Purpose): મેસેજમાં એ સ્પષ્ટ લખેલું હશે કે આ ઓટીપી કયા કામ માટે છે—જેમ કે બેંક લોગિન, મની ટ્રાન્સફર, પાસવર્ડ રિસેટ કે કોઈ ખરીદી માટે.

  2. કંપનીની ઓળખ (Sender Identity): આ કોડ કઈ સત્તાવાર બેંક, ઈ-કોમર્સ સાઈટ કે ડિજિટલ સર્વિસ દ્વારા મોકલવામાં આવ્યો છે, તેની ઓળખ સ્પષ્ટ દેખાશે.

  3. માન્યતા સમય (Validity Time): આ ઓટીપી કેટલા મિનિટ કે સેકન્ડ માટે માન્ય રહેશે, તેની જાણકારી પણ મેસેજમાં સ્પષ્ટ હશે.

આ ઉપરાંત, TRAI એ વાત પર પણ કામ કરી રહી છે કે ફોનના નોટિફિકેશન બારમાં ઓટીપી કેવી રીતે દેખાય, જેથી સ્ક્રીન તરફ જોતી કોઈ અજાણી વ્યક્તિને આપમેળે કોડ ન દેખાય અને પ્રાઈવસી જળવાઈ રહે.

- Advertisement -

OTP Rules

સાયબર ફ્રોડના કેસોમાં સતત ઉછાળો

TRAI નું આ કડક કદમ દેશમાં ઝડપથી વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવી રહ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૧ માં નાણાકીય છેતરપિંડીની લગભગ ૨.૬૨ લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે વર્ષ ૨૦૨૫ સુધી વધીને ૨૪ લાખથી વધુ થઈ ગઈ.

અવારનવાર સ્કેમર્સ પોતે બેંક અધિકારી, પોલીસકર્મી કે કસ્ટમર કેર પ્રતિનિધિ બનીને લોકોને ફોન કરે છે. તેઓ એકાઉન્ટ બ્લોક થવાનો, KYC વેરિફિકેશન કરાવવાનો કે રિફંડની લાલચ આપીને જાળમાં ફસાવે છે. આ પછી તેઓ યુઝરને ઓટીપી આપવા માટે રાજી કરી લે છે અને પલક વારમા ખાતું ખાલી કરી દે છે.

જો કે હજુ સુધી સત્તાવાર રીતે નવા ફોર્મેટની અંતિમ તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ TRAI નું આ નવું માળખું લાગુ થયા પછી ડિજિટલ બેંકિંગ અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા કરોડો મોબાઈલ યુઝર્સને નકલી અને અસલી મેસેજ ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે, જેનાથી સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ઘટાડો આવશે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.