વાપીના ચણોદ અને ડુંગરાના મતો ઉમરગામ માટે નિર્ણાયકો
વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે 9 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં પારડી અને વાપીના 34 ગામોનો સમાવેશ થાય છે. આ 34 ગામો કપરાડા વિધાનસભાની હાર-જીત નકકી કરશે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 34 ગામોમાં લીડ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જયારે વાપીના ચણોદ અને ડુંગરા ગામોના મતો ઉમરગામ વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
જિલ્લાની પારડી,કપરાડા અને ઉમરગામ મત વિસ્તારમાં એક-બીજા તાલુકાના ગામનો સમાવેશ થાય છે. જેના કારણે ઉમેદવારોએ પોતાના તાલુકા સહિત અન્ય તાલુકામાં પણ પ્રચાર માટે આવવાની ફરજ પડી રહી છે. જેમાં કપરાડા મત વિસ્તારમાં આ વખતે ઉમેરાયેલા પારડીના ૩૪ ગામો નિર્ણાયક સાબિત થશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું ભાવિ આ ગામો નકકી કરશે. ચૂંટણીના અંતિમ દિવસોમાં બંને પક્ષના ઉમેદવારો પારડીના ગામોમાં એડીચોટીનું લગાવી ભારે મથામણ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મતદાતાઓને મનાવવા ઉમેદવારોએ પ્રયાસો તેજ કર્યા છે. જયારે વાપી નજીકના ચણોદ અને ડુંગરાનો વિસ્તાર ઉમરગામ વિધાનસભામાં આવે છે. જેના કારણે ચણોદ અને ડુંગરાના મતો ઉમરગામ વિદ્યાનસભા માટે નિર્ણાયક સાબિત થવાના છે. બંને પક્ષોના ઉમેદવારો ઉમરગામ તાલુકાની સાથે ડુંગરા અને ચણોદમાં પણ પૂરજોશમાં પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. અહી કયા પક્ષને લીડ મળશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
કયાં ૩૪ ગામો મહત્વના
નીમખલ, સોનવાડા, વરઇ, તરમાલિયા, રોહિણા, આસ્મા, રાબડી, પંચલાઇ, નેવરી, લખમાપોર, ધગળમાળ, ડહેલી, ચીવલ, પાટી, અરનાલા, સામરપાડા, ગોયમા, બરઇ, ખેરલાવ, ડુમલાવ, અંબાચ, પંડોર, રાતા, કોચરવા, કોપરલી, વંકાછ, કવાલ, કરાયા, દેગામનાની તંબાડી, મોટી તંબાડી, લવાછા, કરમખલ, ચીભડકચ્છ સહિતના ગામોનો સમાવેશ થાય છે. પારડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે કબજો કર્યો છે. કપરાડા તાલુકા પંચાયત ભાજપ પાસે છે. જેથી આ 34 ગામોના મતો બંને પક્ષો માટે નિર્ણાયક બની રહેશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.