સ્પેસએક્સ અને ટેસ્લા કંપનીના સ્થાપક અબજોપતિ એલોન મસ્કે સોમવારે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે $11 બિલિયન (રૂ. 85,000 કરોડ) કરતાં વધુ ટેક્સ ચૂકવશે. મસ્કનું નિવેદન યુએસ સેનેટર એલિઝાબેથ વોરેન લાંબા સમયથી ધનિકોની તેમની નેટવર્થ પર ટેક્સ લગાવવાની હિમાયત કર્યા પછી આવ્યું છે.
હજુ સુધી કોઈ અમેરિકને આટલો ટેક્સ ભર્યો નથી
જો મસ્ક આટલી રકમ ચૂકવે, તો આ ટેક્સની રકમ યુએસ ટ્રેઝરી સર્વિસને રેકોર્ડ ચુકવણી હશે. હજુ સુધી કોઈ અમેરિકને આટલો ટેક્સ ચૂકવ્યો નથી. મસ્કે આ વર્ષે ડિસેમ્બરમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં કોઈએ તેના કરતાં વધુ ટેક્સ નથી ભર્યો.
તમને જણાવી દઈએ કે ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી અનુસાર, મસ્ક એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીને સોમવાર સુધીમાં $244.2 બિલિયનની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. 13 ડિસેમ્બરના રોજ, ટાઇમ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર 2021 તરીકે નામ આપ્યું હતું.