ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સીટો પરથી મતદાન થઈ રહ્યું છે. એવામાં દિગ્ગજ નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
રાજકોટથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. તો, રાજકોટથી જ રૂપાણીની સામે કોંગ્રેસના દાવેદાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ મતદાન કર્યું હતું.
ભાવનગરથી જીતુ વાઘાણીએ પણ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. ભરૂચના ભાજપના ઉમેદવાર દુષ્યંત પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. તેમણે ભાજપનો ખેસ પહેરીને વૉટ કર્યો હતો.
તૃષાર ચૌધરીએ વ્યારામાં મતદાન કર્યું, પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં મતદાન કર્યું, માંડવીના અપક્ષ ઉમેદવાર કુંવરજી હળપતિએ મતદાન કર્યુ
જામનગર આર સી ફળદુએ કર્યુ મતદાન, ભાવનગરથી પુરુષોત્તમ સોલંકીએ કર્યુ મતદાન, કોડીનારના કોંગ્રેસના ઉમેદવાર મોહન વાળાએ મતદાન કર્યું
લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ કર્યુ મતદાન, જામનગર આર સી ફળદુએ કર્યુ મતદાન, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે રાજકોટમાં કર્યું મતદાન, બાબુ બોખીરિયાએ પત્ની, પુત્ર સાથે પોરબંદરથી કર્યું મતદાન, સાંસદ મોહન કુંડારિયાએ મોરબીમાં મતદાન કર્યુ, છોટુ વસાવાએ પણ મતદાન કર્યુ, જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂએ કર્યું મતદાન, વાસણ આહીરે કર્યુ મતદાન, તાપી વ્યારાના કોંગ્રેસના પુનાજી ગામીતે કરજવેલ ગામે મતદાન કર્યું.
અામ લોકશાહીના પર્વમાં જાણિતા લોકોએ પોતાના પવિત્ર મતદાનનો કર્યો ઉપયોગ