ખોડલધામ ટ્રસ્ટને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. સુરતમાં તેઓ વિવિધ સ્નેહમિલન કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોભીઓને મળવાના છે. નરેશ પટેલની સુરત મુલાકાત પર ભાજપ અને કોંગ્રેસની બાજ નજર રહેશે.
નરેશ પટેલ બપોરે સચીન, વેસુ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યાર બાદ કતારગામ અને રાત્રે વરાછા ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહીને સમાજના મોભીઓ અને બિઝનેસમેનોને મળવાના છે. લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત લેઉવા પટેસ સમાજના સુરત ખાતેના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા સુરતમાં નરેશ પટેલ આવી રહ્યા છે. સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં રહેતા ડાયમંડ. ટેક્સટાઈલ અને રાજસ્વી મહાનુભવોન, સમાજના આગેવાનો, વિવિધ ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેવાના છે. આ સ્નેહ મિલનનું આયોજન સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આઈમાતા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે સમાજમાં ભક્તિ સાથે એકતાની વાતને સાર્થક કરવાની નેમ સાથે ખોડલઘામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને મા ખોડલના સાનિધ્ય થકી એક છત્ર હેઠળ અકત્ર કરી શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે અન્ય સામાજિક કાર્યો કરવાની પહેલ કરવામાં આવી રહી છે.