ઠાકોર સેના અને ઓબીસી એક્તા મંચના યુવાનોએ પદયાત્રા કાઢી હતી. આ પદ યાત્રાને ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું હતું, વ્યસન મૂક્તિની વિચારધારાને મજબૂતીથી આગળ વધારી છે.માત્ર ઠાકોર સમાજ પુરતું નથી. ગુજરાતનો દરેક યુવાન વ્યસન મૂક્ત થાય.આ સંગઠન સમાજના સર્વાંગી વિકાસ માટે છે.
તેમણે કહ્યું કે ગુજરાત ઠાકોર સેનાને ઉની આંચ આવવાની નથી. મારું સપનું છે કે છેવાડાના માણસ સુધી સરકારી યોજનાનો લાભ મળે. સમાજમાંથી વ્યસન મૂક્તિ થાય એ જ નિર્ધાર છે. ગમે ત્યાંથી કોલ કરો, અલ્પેશ ઠાકોર હાજર થઈ જશે. લાખો યુવાનો સાથે ચાલશે તો અલ્પેશ ઠાકોરના પગ આપોઆપ ચાલશે. મારામાંથી તાકાત ન હતી પણ યુવાનોની તાકાતથી અલ્પેશ ઠાકોર ચાલ્યો છે.
તેમણે કહ્યું કે મારા ગામની દિકરી ડીએસપી બનીને આવે અને અલ્પેશ ઠાકોર તેને સલામ કરે. કોઈ યુવાન કલેકટર બનીને આવે તે સપનું જોયું છે. ઘણા મને પ્રશ્નો પૂછે છે કે તમારું રાજકીય ભવિષ્ય શું? હું કહેવા માંગુ છું કે હું રાજનીતિની ચિંતા કરતો નથી. લોકોની ચિંતા કરું છું. રાજનીતિ આવતી જતી રહેવાની છે. સમાજને નુકશાન થાય તેવું નહીં. સમાજ સમૃદ્વ બને, વિકાસ થાય તે સપનું છે. પીઠ બતાવવું મારું કામ નથી. પીઠ બતાવતા મને આવડતી નથી.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે ખુરશી ક્યાં કોની લખેલી છે. આપણી ટીમમાં કોઈ સારો બોલર છે, કોઈ બેટ્સમેન છે, કોઈ સારો ફિલ્ડર છે અને કોઈ ઓલરાઉન્ડર છે. આવનાર સમયમાં મેચ રમાવાની છે અને એ મેચનો વર્લ્ડ કપ આપણે જીતવાનો છે. 2022ની વાત કરું છું. અલ્પેશ ઠાકોરે હવે પછી વિવિધ પદયાત્રા કાઢવાની જાહેરાત કરી છે. જેમાં મા ચોટીલા,મા ખોડલ, આશાપુરી માતા વગેરે પદયાત્રાનો સમાવેશ થાય છે.