સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ તેના મોસ્ટ પોપ્યુલર સ્કૂટર એક્સેસ 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. તેણે તેમાં હવે 3 નવા કલર વેરિઅન્ટનો ઓપ્શન પણ આપ્યો છે ગ્રાહકો માટે હવે ગ્રીનિશ બ્લુ, મેટ બ્લેક અને ગ્લોસી ગ્રે કલરમાં ખરીદી શકશે .હવે આ સ્કૂટર મેટાલિક ડાર્ક ગ્રીનિશ બ્લુ અને મેટાલિક મેટ બ્લેક કલરમાં પણ ખરીદી શકાશે. આ ઉપરાંત, કંપનીએ બર્ગમેન સ્ટ્રીટ સ્કૂટર માટે એક નવો ગ્લોસી ગ્રે કલરનો ઓપ્શન પણ રજૂ કર્યો છે સુઝુકી એક્સેસ 125 સ્કૂટરમાં સુઝુકી રાઇડ કનેક્ટ એડિશન પણ લોન્ચ કરવામાં આવી છે આ સ્કૂટર સાથે સ્માર્ટફોનને કનેક્ટ કરવાનું અને તેને સિંક કરવાનું ફંક્શન આપવામાં આવ્યું છે આ સિવાય રાઇડર સ્ક્રીન પર ટર્ન બાય ટર્ન નોટિફિકેશન, ઇનકમિંગ કોલ, SMS અને વ્હોટ્સએપ અલર્ટ, મિસ્ડ કોલ અલર્ટ. અનરીડ SMS, સ્પીડ વોર્નિંગ, ફોન બેટરી જેવાં ઇન્ડિકેશન જોવાં મળશે.સુઝુકી એક્સેસ 125માં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 124ccનું 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, 2-વાલ્વ SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6750rpm પર 8.6 Bhp પાવર અને 5500rpm પર 10 Nm ટોર્ક જનરેટ કરે છે
સુઝુકી એક્સેસની કિંમત 68,800 રૂપિયાથી લઇને 73,400 રૂપિયા સુધી છે સુઝુકી એક્સેસ 125ના ફ્રંટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તેમજ, તેના રિઅરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કૂટરના ફ્રંટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને રિઅરમાં સ્વિંગ આર્મ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં 5 લિટરની ફ્યુલ ટેંક આપવામાં આવી છે.