ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકારરૃપ બન્યો છે. જેમાં હજારોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઊડાડતો વીડિયો પૂર્વ ઊર્જામંત્રી સૌરભ પટેલે પોસ્ટ કર્યો છે. જેમાં ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર ફેલાઈ છે.
પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં ગાઈડલાઈન ભંગનો કિસ્સો બહાર આવ્યો છે. સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આ મુદ્દો ગરમાયો છે. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૂર્વ મંત્રીની હાજરી હોવાથી આ મુદ્દો ગરમાયો છે.
પૂર્વ મંત્રીની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈન ભંગ થઈ છે. જેમાં સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાઈડલાઈનનો ભંગ થયો છે તથા વધતા કોરોના સંક્રમણ વચ્ચે નેતાની બેદરકારી પણ સામે આવી છે.
પૂર્વ ઊર્જા મંત્રી અને ચાલુ ધારાસભ્ય સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએ જ પોતાની સરકાર સામે વીડિયો પોસ્ટ કરી પડકાર ફેંક્યો છે. તેમાં બોટાદમાં ફરી કોરોના માથું ઊંચકે તેવા સમિકરણો સૌરભ પટેલને કારણે ઊભા થવાની શક્યતાઓ છે તેમજ સુરતમાં પણ આ રીતની એક ઘટના બની હતી.
સુરતમાં ડુમ્મસ પાર્ટીના મામલે ડીજે પાર્ટીના આયોજકો સામે ગુનો નોંધાયો હતો. જેમાં ક્રિસમસની ઉજવણીમાં હજારો લોકોને ભેગા કર્યા હતાં. વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં કોરોનાને ખુલુ આમંત્રણ આપતા હોય તેવું જોવા મળ્યું હતું. જેમાં ક્રિસમસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એક્યા થયા હતાં.
વાયરલ થયેલો વીડિયો ડુમ્મસ રોડ પરના પાર્ટી પ્લોટનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સુરતના ડુમ્મસ રોડ પાર્ટી પ્લોટનો વીડિયો વાયરલ થતાં તંત્રની બેદરકારી સામે આવી છે. આ ગંભીર બેદરકારી શહેરમાં ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે. વાયરલ વીડિયો સામે આવતા સુરત પાલિકા અને સુરત પોલીસની ગંભીર પોલ ખુલી હતી. આ મુદ્દો રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.