કોરોનાને કારણે CBSE બોર્ડ દ્વારા વર્ષ 2021-22ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત બોર્ડ પાસે સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ 30 ટકા કોર્સ ઘટાડોકર્યો હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા દ્રઢ બનીને 100 ટકા કોર્સ સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાનો ફેસલો કર્યો છે. 100 ટકા કોર્સના ફેસલા ના કારણે શિક્ષણ વિભાગને કોઈ અસર નહિ થાય પણ વિદ્યાર્થીઓના પરિણામ પર તેની અસર જોવા મળશે.ગયા વર્ષે માસ પદોન્નતના કારણે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી ગયો છે એવામાં જો આ વર્ષે 10-12ની પરીક્ષા 100 ટકા કોર્સ સાથે લેવાશે તો વિદ્યાર્થીઓના પરિણામ પર માઠી અસર થઇ શકે છે.બોર્ડના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વહેલા જ પરીક્ષાની તૈયારી શરૂ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓ શરૂઆત ઓનલાઈનથી જ ભણ્યા છે. ઓફલાઈન સ્કૂલો પણ મોડા શરૂ થઇ છે, જેને કારણે ઘણો અભ્યાસક્રમ બાકી રહી ગયો છે. શહેરના વિદ્યાર્થીઓ થોડું પણ ભણી શક્યા છે, પરંતુ ગામડાના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નેટ જેવી પૂરતી સુવિધા ના હોવાને કારણે તેઓ ભણી શક્યા નથી, જેને કારણે પરીક્ષાના પરિણામ પર તેની માઠી અસર થઇ શકે છે ગયા વર્ષે આ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને માસ પ્રમોશન આપી દીધું હતું જેને કારણે વિદ્યાર્થીઓનો પાયો કાચો જ રહી ગયો છે. ગત વર્ષની કચાસ અને આ વર્ષનું પૂરો અભ્યાસ ના મળતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું રિઝલ્ટ નહિ મળી શકેદર વર્ષે 55થી 60 ટકા જેટલું ગુજરાત બોર્ડનું પરિણામ આવે છે પરંતુ આ વર્ષે કોર્સમાં ઘટાડો કરવામાં ના આવે તો વિદ્યાર્થીઓને પરિણામમાં ફટકો પડી શકે છે નિષ્ણાત શિક્ષકોના મતે પરિણામમાં 15-20 ટકા ઘટાડો થઇ શકે છે શિક્ષણ વિભાગને અનેક પ્રસ્તુતિકરણ મળતા શિક્ષણ વિભાગ 100 ટકા કોર્સ સાથે પરીક્ષા લેવાના પોતાના નિર્ણય પર મક્કમ છે વિદ્યાર્થીઓના કોર્સને કારણે 2 અઠવાડિયાં પરીક્ષા પાછી ધકેલાઈ છે પણ એનાથી કોઈ ફર્ક નહિ પડવાનો પહેલા પણ શિક્ષણ વિભાગે કરેલા ફેંસલા બદલવા પડ્યા હતા અને CBSE બોર્ડને પાલન કરવું પડ્યું હતું ત્યારે આ વર્ષે પોતાની જીદ પર બેઠેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની જીદને કારણે વિદ્યાર્થીઓનાં પરિણામ પર અસર થશે.
શિક્ષણવિદ કેતન પરમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હજુ સુધી કોપી અભ્યાસ કર્યો નથી 12 મહિના ભણવાનું જગ્યાએ 8 મહિનાજ ભણ્યા છે અને ઓનલાઈન શિક્ષણમાં કોઈ સરખી રીતે અભ્યાસ કરી શક્ય નથી છતાં શિક્ષણ વિભાગ કોઈ પરામર્શ કર્યા વિના પોતાના નિર્ણય મજબૂત છે અને કોર્સ ઘટાડવા માટે કોઈ નિર્ણય કરતું નથી જેને કારણે ધોરણ 10 અને 12ના પરિણામ પર અસર પડશે અને પરિણામ 55-60 ટકા આવતું હતું એની જગ્યાએ હવે 40 ટકા સુધી પહોંચશે.સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મોડા આવ્યા છે ઓનલાઈન અને ઓફલાઈન હજુ ચાલે છે જેને કારણે શિક્ષકોને બેગણી મહેનત કરવી પડે છે અને પરીક્ષા નજીક હોવાથી કોર્સ પૂરું કરવાનું ભાર છે જેને કારણે વિદ્યાર્થીઓ બધું એકસાથે સમજી શકતા નથી. કોર્સ ના ઘટવાને કારણે ઉતાવળમાં અભ્યાસ કરવો પડ્યો છે અને પરીક્ષામાં પણ સરખું લખી ના શકે જેને કારણે પરિણામ અસર પડવાની જ છે.શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નિર્ણય ઉપરની કક્ષાએથી લેવામાં આવ્યો છે, જેમાં અમારી સાથે કોઈ પરામર્શ કર્યું નથી અમે જાણીએ છીએ કે 100 ટકા કોર્સ સાથે પરીક્ષા આપવામાં આવે તો વિદ્યાર્થીઓના પરિણામમાં નુકસાન જશે. 30 ટકા કોર્સ ના ઘટે તો તમામ વિદ્યાર્થીઓના પરિણામ જ અસર પડશે.