ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અધધધ રેકોર્ડ ૪૨૧૩ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧ વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ ૮૬૦ લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ પણ સામે આવ્યો નથી.
માત્ર અમદાવાદ શહેરમાં ૧૮૩૫ કેસ સામે આવ્યા છે. ગુજરાતના ૩૦ જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો ૮ લાખ ૪૪ હજાર ૮૫૬ પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૨૦ હજાર ૩૮૩ લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે ૧૦૧૨૭ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮૩૫, સુરત કોર્પોરેશનમાં ૧૧૦૫, વડોદરા કોર્પોરેશનમાં ૧૦૩, રાજકોટ કોર્પોરેશનમાં ૧૮૩, આણંદમાં ૧૧૨, ખેડામાં ૬૬, સુરતમાં ૮૮, કચ્છમાં ૭૭, ગાંધીનગર કોર્પોરેશનમાં ૫૯, વલસાડમાં ૫૮, નવસારીમાં ૪૬, ભરૂચમાં ૪૩, રાજકોટમાં ૪૧, ભાવનગર કોર્પોરેશનમાં ૩૮, ગાંધીનગરમાં ૩૨, જામનગર કોર્પોરેશનમાં ૩૨, જુનાગઢ કોર્પોરેશનમાં ૩૦, અમદાવાદમાં ૨૭, સાબરકાંઠામાં ૨૩, મહેસાણામાં ૨૨, દેવભૂમિ દ્રારકામાં ૧૮, મોરબીમાં ૧૮, પંચમહાલમાં ૧૮, સુરેન્દ્રનગરમાં ૧૭, અમરેલીમાં ૧૬, દાહોદમાં ૧૫, ગીર સોમનાથમાં ૧૫, તાપીમાં ૧૪, વડોદરામાં ૧૩, બનાસકાંઠામાં ૧૨, અરવલ્લીમાં ૧૧, મહીસાગરમાં ૭, નર્મદામાં ૬, પોરબંદરમાં ૫, છોટા ઉદેપુરમાં ૩, જામનગરમાં ૩, ભાવનગરમાં ૨, અને જુનાગઢમાં ૨ કેસ સામે આવ્યા છે. તાપીમાં એકનું મોત થયું છે.

કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૨૦૪ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૧૨ દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે.ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૪૩૪૬ થઈ ગઈ છે. જેમાં ૨૯ દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ ૮૨૦૩૮૩ લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે ૧૦૧૨૭ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ૫,૦૧,૪૦૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯ કરોડ ૨૩ લાખ ૩૬ હજાર ૩૯૨ વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ ૯૭.૧૦ ટકા થઈ ગયો છે.