આર. અશ્વિને નિવૃત્તિ પર મૌન તોડ્યું
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર આર. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ શ્રેણીમાં ભારતનો 1-3થી પરાજય થયો હતો. હવે, નિવૃત્તિના ઘણા સમય બાદ, અશ્વિને પહેલીવાર આ નિર્ણય પાછળનું સાચું કારણ જણાવ્યું છે.
અશ્વિનના નિવૃત્તિના કારણો
રાહુલ દ્રવિડ સાથેની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન અશ્વિને કહ્યું, “વારંવાર પ્રવાસો પર જવું અને લાંબા સમય સુધી બેન્ચ પર બેસી રહેવું મારા પર ખૂબ જ ખરાબ અસર કરતું હતું.” તેણે ઉમેર્યું કે તેના મનમાં હંમેશા એવું રહેતું હતું કે તે 35-36 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેશે. અશ્વિને સ્પષ્ટ કર્યું કે તે ટીમમાં યોગદાન આપવા માંગતો નથી એવું નથી, પરંતુ તે ઘરે રહીને પોતાના બાળકો સાથે સમય વિતાવવાનું પસંદ કરતો હતો. તેનો મુખ્ય મુદ્દો બેન્ચ પર બેસીને કંટાળી જવાનો હતો, જેનાથી તેની માનસિક સ્થિતિ પર અસર થતી હતી.

અશ્વિનની ભવ્ય કારકિર્દી
આર. અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યંત શાનદાર રહી છે. તેણે ભારત માટે 106 ટેસ્ટ, 116 વનડે અને 65 T20 મેચો રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 537 વિકેટ ઝડપી છે અને 6 સદી સાથે 3503 રન પણ બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં તેણે 156 વિકેટ લીધી છે, જ્યારે T20માં 72 વિકેટ લીધી છે. અશ્વિન એક એવો ઓલરાઉન્ડર હતો જેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં ભારત માટે અનેક મહત્વના યોગદાન આપ્યા. તેની નિવૃત્તિથી ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે.
#Ashwin has announced his retirement from all forms of international cricket!
With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
અશ્વિનનું નિવૃત્તિ જાહેરાત વખતે કોઈ વિદાય મેચ નહીં હોવા છતાં ચાહકો માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
