યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કાર્યક્રમ અને નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે. કોરોના સમયકાળમાં યોજાઈ રહેલી આ બીજી મોટી ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોઈ પણ રોડ શો-જાહેર સભા અને નક્કડ મીટીંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડોર ટૂ ડોર પ્રચાર માટે પાંચ લોકોને જ પરમીશન
રાત્રે આઠ વાગ્યાથી પ્રચાર બંધ થશે
કેમ્પેઈનમાં કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરાશે
કોઈ પણ ફિઝીકલ રેલી કાઢવા દેવામાં આવશે નહીં
વધુમાં વધુ વર્ચ્યુઅલ પ્રચાર પર ભાર મૂકવામાં આવશે
જીત્યા બાદ વિજય સરઘસ કાઢવા દેવામાં આવશે નહીં
મતદાનનો સમય એક ક્લાક વધારાશે
નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે
સાત તબક્કામાં થશે પાંચ રાજ્યોની ચૂંટણી
પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે
28મી જાન્યુઆરીએ નોટીફિકેશન
યુપીમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી
યુપીમાં 14 ફેબ્રુઆરીએ બીજો તબક્કો
યુપીમાં 20મી ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કાની ચૂંટણી
યુપીમાં 23મી ફેબ્રુઆરીએ ચોથા તબક્કાની ચૂંટણી
યુપીમાં 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કાની ચૂંટણી
યુપીમાં 3 માર્ચે છઠ્ઠા તબક્કાની ચૂંટણી
યુપીમાં 7 માર્ચે સાતમા તબક્કાની ચૂંટણી
14 ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને મણિપુરમાં મતદાન
10 માર્ચે તમામ રાજ્યોની મતગણતરી કરાશે
મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી, 27 ફેબ્રુઆરી અને સાત માર્ચે થશે મતદાન