શહેરમાં અલગ અલગ જગ્યાએ વાહનોની ચોરી કરતા 2 શખ્સ ને પોલીસે ઝડપી પડ્યા છે મૂળ રાજસ્થાનના બે યુવકો છોટા હાથી વાનની ચોરીમાં સંડોવાયા છે અને અન્ય એક વાનની ચોરી કરીને રાજસ્થાન તરફ જવાના હતા તેવી બાતમી ઝોન 1 સકોર્ડ ના પોલીસ કોન્સ્ટેબલ માહિપતસિંહ ને મળી હતી જેને પગલે ઝોન 1 ની ટીમ દ્વારા તેમનો પીછો કરી એસ.જી. હાઇવે પર રોકીને તેમની પૂછપરછ કરી તે બે વ્યક્તિ રાજસ્થાનના ભીલવાડા અને રાયપુર ના હોવાનું જાણવા મળ્યું હતું તેમની પાસે રહેલી ચોરીની વાનના કાગળો ના આપી શકતા પોલીસે તેમની પુછપરછ કરીને તેમની અટકાયત કરી પૂછપૂરછ કરતા તેમને કબલ્યું કે તેઓ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે તેઓ આઈસ્ક્રીમનો વેપાર કરે છે જેમાં છોટા હાથી વાનને મોબાઈલ આઈસ્ક્રીમ વાન બનાવવા માટે આ ચોરી કરી હતી તે સિવાય બીજી પણ વાન ચોરી ને પોતાનો એક ધંધો ઉભો કર્યો હતો જેમાં બીજા પણ વેપારીઓને આ રીઢા ચોરો આવી રીતે વાન ચોરી કરીને મોબાઈલ આઈસ્ક્રીમ વાન તૈયાર કરીને આપી ને વેંચતા હતા અને પોલીસ ને પણ ઉડાડી દેવાની ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ રીતે તેઓ પોતાનો એક ધંધો ઉભો કરી દીધો હતો અને કેટલીક વાન ની ચોરી કરવાની અને પછી વેચવાની આદત પાડી દીધી હતી.અમદાવાદમાં વસ્ત્રાપુર ,ગુજરાત યુનિવર્સીટી,સોલા તેમજ તેલંગણાથી વાનની ચોરી કરી હતી આ ઉપરાંત કેટલાક લોકોને વાન ચોરી કરી ને મોબાઇલ આઈસ્ક્રીમ વાનમાં બદલી આપતા હતા જે જપ્ત કરવા માટે પોલીસે તપાસ હાથ ઘરી હતી આ ચોરીમાં આરોપીઓ રાજસ્થાનના ભીલવાડાના સ્થનિક એજન્ટની મદદથી ચેસીસ નંબર અને એન્જીન જોડે ચેડા કરીને બનાવટી દસ્તાવેજો બનાવતા હતા આ ઘટના ની પોલીસે પુછપરછ કરતા ચોંકવનારા ખુલાસા થયા છે આ સાથે ગુજરાત સહીત અન્ય રાજ્યો ની ચોરીના ભેદ પણ ઉકેલાયા છે .