જો ધાબા ઉપર ભારે ભીડ ભેગી કરશો તો પોલીસ આવશે કોરોના નું સંક્ર્મણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ને ઉતરાયણ પણ આવી રહી છે અમદાવાદીઓ દરેક તહેવાર ધામધૂમ થી મનાવે છે ઉતરાયણ માટે પણ બજારમાં પતંગો અને ફીરકી નું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે લોકો જે રીતે ખરીદી કરી રહ્યા છે તેના ઉપરથી લાગે છે કે લોકોને કોરોનાની બીક રહી નથી પણ જો હવે તમે ઉતરાયણમાં તમારા ધાબા ઉપર ભીડ કરી તો પોલીસ ડ્રોન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી સરપ્રાઇસ ચેકીંગ હાથ ધરશે .કોઈ પણ વ્યક્તિ પોતાના સગા સબંધીને કે મિત્રોને ઉતરાયણ માનવવા માટે પોતાના ઘરે અથવા સોસાયટી માં આમંત્રણ નહિ આપી શકે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાણકારી નથી કે કોઈ ગાઈડ લાઈન જાહેર કરી નથી પણ કોરોના જે સ્પીડથી આગળ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી ને 250 જેટલા ધાબા પોઇન્ટ ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી દેવામાં આવશે શહેરમાં જુદા જુદા વિસ્તારની બિલ્ડીંગો અને ટાવર મળીને આશરે 250 જેટલા સ્થળે પોલીસ ધાબા પોઇન્ટ બનવી રહી છે તે સિવાય 50 જેટલા ડ્રોનથી પોલીસ બાજ નઝર રાખશે ગયા વર્ષે પણ ધાબા ઉપર વધારે ભીડ ભેગી કરેલા લોકો ઉપર પોલીસે આવી રીતે ડ્રોનથી પકડી ને કાયદેસરની કાર્યવાહી કરી હતી
જો ધાબા ઉપર ભારે ભીડ ઉભી થશે તો કોરોનાના કેસ વધવાની પુરી શક્યતાઓ છે સરકારે તમામ પોલીસ અધિકારીઓને ગાઇડલાઇન નું ચુસ્તપણે પાલન કરવવાની સૂચના કરી છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ડીજીપી તેમજ ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉતરાયણ વાસી -ઉતરાયણના દિવસે ધાબા ઉપર મોટી સંખ્યામાં ભેગા થતા લોકો ઉપર લાદવામાં આવશે .