વિધાનસભાની ચૂંટણીઓ સુધી ગુજરાતમાં દારૂના જપ્તી અંગેના ચૂંટણીપંચના આંકડાઓ સામે અાવ્યા છે.ચૂંટણીપંચે ખુલાસો કર્યો છે કે રાજ્યમાં પ્રતિબંધ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી, જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છેલ્લાં 22 વર્ષથી શાસન કરી રહી છે તે સરકાર દ્વારા અમલમાં આવી નથી,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું અને અંતિમ ચરણ 14 ડિસેમ્બરે મતદાન થશે, રાજ્યમાં રૂ. 23.80 કરોડની કિંમતનો એક મિલિયન લીટરથી વધુ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
આ માહિતી આશ્ચર્યજનક અને ચિંતાજનક છે કારણ કે તે સૂચવે છે કે પ્રતિબંધ હોવા છતાં દારૂનું વેચાણ ખુબજ સરળતા સાથે થઈ રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રસ્તાઓ પર પોલીસ પહેરો વધારી દેવામાં અાવે છે. EC સહિતની મોટી સંખ્યામાં કેન્દ્રીય અને અન્ય એજન્સીઓ રોકડ, દારૂ અને દવાઓના વેચાણ પર સતત દેખરેખ રાખવામાં અાવે છે, ત્યારે પણ દારૂનું થતું વેચાણ શંકા ઉભી કરે તો શું નવાઇ. ચૂંટણીના ટાણે સુરક્ષા જોતા અાટલો મોટો જથ્થો ઝડપાઈ તે ખરેખર ચિંતાનો વિષય કહેવાય.
ECએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 3.59 લાખનો દારૂનો 909 લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવનાર મોટાભાગનો જથ્થો રાજ્ય એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 23.76 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો 10.12 લાખ લીટર જપ્ત કર્યો છે.
ચૂંટણી દરમિયાન પોલીસ, રાજ્યના અેક્સાઈઝ વિભાગ, આવકવેરા વિભાગ અને રાજ્યના અન્ય વિભાગો બીનસત્તાવાર રોકડ, ડ્રગ્સ, દારૂ અને કિંમતી ધાતુઓની જપ્તીમાં રોકાયેલા છે.
મુંબઇ રાજ્યમાંથી ગુજરાતની રચના થયા બાદ, મે 1960માં ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ લાદ્યો હતો. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ અેવા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.રાજ્યની પ્રતિબંધ નીતિ છે, જેમાં કોઈ પબ અથવા બાર નથી, અને દારૂના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે.
અત્રે નોંધવું પણ રસપ્રદ છે કે સુપ્રીમકોર્ટે 2014માં અન્ય રાજ્યોને ગુજરાતના સંપૂર્ણ પ્રતિબંધ મોડલને અનુસરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.અામ છતા અા અાંકડાઓ તો કંઈક ઓર જ માહિતી અાપી જાય છે. શું ખરેખર ગુજરાતમાં સંપુર્ણ પણે કાયદાઓનું પાલન થાય છે.
સરકાર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હોવા છતા સ્થાનીક કક્ષાનો દમણિયો દારૂ પણ એટલોજ વેચાય છે અને જપ્ત થાય છે. દેશીદારૂની રેલમછેલમ રોકવી અશક્ય છે. ઈંગ્લીસ દારૂ અેલિટ અને ક્લાસ પબ્લીકમા જ્યારે દેશી દારૂ નીચલા વર્ગમાં વપરાય છે.