કેરળના કોટ્ટાયમ નજીકના કારુકાચલમાં પત્નીઓની અદલાબદલીના આરોપમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો રવિવારે ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદના આધારે આ ગેંગ ઝડપાઈ છે. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક એવો વ્યક્તિ છે જેની પત્નીએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેને અકુદરતી સેક્સ માટે દબાણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગના લોકો પત્નીઓની અદલાબદલી કરતા હતા. તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો.
કેરળના કોટ્ટાયમ નજીકના કારુકાચલમાં પત્નીઓની અદલાબદલીના આરોપમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો રવિવારે ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદના આધારે આ ગેંગ ઝડપાઈ છે.
આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક એવો વ્યક્તિ છે જેની પત્નીએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેને અકુદરતી સેક્સ માટે દબાણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગના લોકો પત્નીઓની અદલાબદલી કરતા હતા. તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો.
કોટ્ટયમ, અલાપ્પુઝા અને એર્નાકુલમથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગના સભ્યો ટેલિગ્રામ અને મેસેન્જર એપ દ્વારા એકબીજાનો સંપર્ક કરતા હતા. આ ચેટ ગ્રુપમાં હજારો સભ્યો છે. સાથે જ આ મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.