ઈન્ક્મટેક્સ બ્રિજ નજીક ફાયરિંગ વિથ લૂંટના ગુન્હા માં સંડોવાયેલ ચાર આરોપીઓને તમામ મુદામાલ સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકો માં ધરપકડ કરી આખો કોયડો ઉકેલી દીધો ગઈ કાલ તા.૧૦/૦૧/૨૦૨૨ ના સાંજના સવા સાતેક વાગ્યા ની આસપાસ આશ્રમ રોડ ઈન્ક્મટેક્સ બ્રિજના છેડે એરેઝોન બિલ્ડીંગ આગળ આંગડીયા પેઢીના કમĨચારીઓ જુદા જુદાપાર્સલોમાં રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના લઈ ઉભા હતા આ દરમિયાન મોટર સાયકલ ઉપર ત્રણ અજણ્યા સક્સોએ પોતાની પાસેના હથિયાર વડે આંગડિયા પેઢી ના કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરીને સોના ચાંદી ના દાગીના થતા રોકડ રકમ થેલા ઓની લૂંટ કરીને ભાગી ગયેલ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી .આ ઘટના ની વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં કલમ 397,34,120 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો ગુન્હાની ગંભીરતા મુજબ ધ્યાન માં રાખીને આરોપી ઓ ને તરત જ શોધી કાઢવા માટે કમિશ્નર પ્રેમવીર સિંગ યાદવ સાહેબ થતા નાયબ પોલિશ કમિશ્નર શ્રી ચેતન્ય આર.મડલીક સાહેબના ઓ એ આપેલી જાણકારી અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટિમો ભેદ ઉકેલવા થતા ગુન્હાની તાપસ માટે કામે લાગી હતી
આ સમગ્ર ઘટના માં પોલીસ ઇન્સ્પેક્ટર સી .બી .ટંડેલ થતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન .આર .બ્રહ્મભટ્ટ પોતાની ટિમ સાથે ઘટના સ્થળે જઈ ને ગુનો શોધવા માટે તમામ પ્રયત્ન હાથ ધર્યા હતા બંને પોલીસ ઇન્સ્પેક્ટર એ સમગ્ર ઘટના બાતમી મળતા ક્રાઇમ બ્રાંચ મદદ દ્વારા ઘટના સ્થળે પહોંચી ને લૂંટમાં સંડોવાયેલા 4 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
ઝડપાયેલા આરોપીઓ :
1 કિશનસિંગ લાંભસિંગ મઝવી ( હરિયાણા ) ઉવ. 29
2 ગોવિંદભાઇ સોનુ મિત્રપાલ સિંગ રાજાવત ( મધ્યપ્રદેશ ) ઉવ.32
3 અમિત હેપ્પી નંદકિશોર શીવહરે (ઉત્તરપ્રદેશ ) ઉવ.40
4 બલરામ બલવા જોરસિંગ રાજાવત ( મધ્યપ્રદેશ ) ઉવ.35
આ આરોપી પાસેથી 1 પિસ્ટલ નંગ,નાનામોટા કારતુસ, લોખંડ નો છરો, સોના ચાંદીના દાગીના,રોકડ રકમ 43,90,000 જેટલી રકમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે પકડાયેલી કૂલ મુદામાલ નીકિંમત રૂ 74,02,850 /-જેટલી છે આ આરોપી ઓ એ કાળમાં માં પણ બીજા ગુન્હા કર્યા છે આ આરોપી એ ભૂતકાળ માં પણ ગુનાહ કર્યા છે જેની પોલીસ ને તાપસ દવારા જાણ થઇ .