ધરમપુર: ધરમપુર ના ગામડા ઓમાં હાલે શિયાળા ની સીઝન મા દીપડા નો આતંક વધ્યો છે વન વિભાગે કેટલાક ગામો મા દીપડે પાંજરે પૂરવા માટે પાંજરું પણ મૂક્યું છે તો શેરડી ના ખેતી વધુ પ્રમાણ મા હોવાથી અહીં દીપડા ઓ મોટી પ્રમાણ રહે છે દીપડા ની જાતિ નો અહીં ના લોકો માં હમેશા ભય રહે છે ગત રાત્રી એ વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકા ના ટિશકરી ગામે એક એવો બનાવ બન્યો જેને સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશે ટિશકરી ગામ ના ડોળી ફળિયા મા રહેતો હિરેન રામુ ભાઈ કુરકુટિયા જે ગઈ રાત્રી એ માલનપાડા ખાતે લગ્ન માંથી પરત પોતાની મોટર સાઇકલ પર આવી રહ્યો હતો તે દરમિયાન ટિશકરી ગામે આવેલ રાણી ની બીડ નજીક મુખ્ય માર્ગ પર દીપડો રસ્તા પર આવી ચડતા યુવાન એ તેને જોઈ બાઇક ઉભી રાખી હતી જોકે દીપડો યુવાન ના સામે થતા તેને પોતાનો જીવ બચાવવા માટે બાઇક દીપડા ને ઠોકતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો પરંતુ હિરેન ગંભીર રીતે ઘાયલ થતા તેને તેના પરિવાર જન અને ગામ લોકો ધરમપુર ની હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં હિરેન ની હાલ સારવાર ચાલી રહી છે હિરેન ને હાથ પગ અને મોઢા ના ભાગે વધુ ઇજા થતાં હિરેન ગંભીર રીતે ઘાયલ થયો હતો જોકે આ સમગ્ર બાબતે વન વિભાગ ને જાણ કરાતા વન વિભાગે દીપડા ને પકડવા કવાયત હાથ ધરી છે.