ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડ્યા છે. અાવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન થઈ જશે તો અાવો યાદ કરીએ ચૂંટણી પ્રચારના ખાસ ભાગ.કોંગ્રેસ, ભાજપ અને ભાજપને હરાવવા માટે કમર કસનાર અનામત અાંદોલનના પ્રણેતા હાર્દીક પટેલ અા તમામે શક્ય તેટલી તાકાત લડાવી ચૂંટણી પ્રચાર કર્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનમાં આ સૌપ્રથમ એવી ચૂંટણી છે જેમા તેમને પણ રોજ નવા દાવ પેંચ અજમાવવા પડ્યા, રોજ નવો અેજન્ડા લાવવા મજબૂર થયા.
કોંગ્રેસની વિકાસ ગાંડો થયો છે ટેગ લાઈન સમગ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ તો, ભાજપના અા નારો હું છુ વિકાસ તેની લોકપ્રિયતાનું મહત્વ દર્શાવી ગયો.કોંગ્રેસનો વિકાસ ગાંડો થયો છે સામે ખુદ મોદી મેદાનમાં ઉતર્યા તેમણે તો ખુદને વિકાસ કહી દીધો. હંમેશા વ્યંગ,કટાક્ષ અને નારાઓમાં પછડાટ ખાનાર કોંગ્રેસ અાવખતે વેગ સાથે સામે અાવ્યો. કોંગ્રેસે અાપેલ નારો કોંગ્રેસ અાવે છે નવસર્જન લાવે છે ખુબ ચર્ચામાં રહ્યું.
નોટબંધી, જીએસટી, મોંઘવારી, ગામ, ગરીબ, ખેડૂત, વિકાસ જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ ટકી રહ્યો 22 વર્ષથી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે તેની પણ અસર બતાવે છે પાટીદાર સહિત અન્યની નફરત પણ કોંગ્રેસને લાભ અપાવી ગયો તો અા વિધાનસભા ચૂંટણીમાં કેટલીક પાર્ટીઓએ પ્રથમવાર જ ઝંપલાવ્યુ.
શરૂઅાતમાં ભાજપ-કોંગ્રેસ બન્નેની નજર વિકાસના મુદે ચૂંટણી લડવાની હતી, ભાજપે તો અાની શરૂઅાત પણ કરી હતી, કોંગ્રેસે સોશિયલ મીડિયા પર વધુ ફોકસ કર્યું.ભાજપને પણ તેના મુદાઓ બદલવાની ફરજ પડી.કોંગ્રેસે નોટબંધી, જીએસટી, મોંઘવારીથી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો તો ભાજપને સ્પષ્ટીકરણ કરવું મુશ્કેલ પડ્યું.
જાપાનના પ્રધાનમંત્રી શિન્જો અબે સાથે પ્રધાનમંત્રીએ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની અાધારશિલા ગુજરાતમાં રાખી, ઉદ્ધાટન કર્યા,જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા.એટલું જ નહીં છેલ્લા બે દાયકામાં સૌપ્રથમ વખત ગુજરાતમાં જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી ટીકિટ અાપવામાં અાવી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.