ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે. 14 ડિસેમ્બરના રોજ મધ્ય અને ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાશે બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપે છેલ્લી ઘડી સુધી એટલે કે 12 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધી ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. ભાજપ માટે પીએમ મોદી અને કોંગ્રેસ માટે રાહુલ ગાંધી અંતિમ દિવસ સુધી પ્રચાર મેદાનમાં જોવા મળ્યા હતા.
બીજા તબક્કાના મતદાનમાં કુલ 2.22 કરોડ મતદારો ભાગ લેશે જે પૈકી 1.15 કરોડ પુરુષો અને 1.07 કરોડ સ્ત્રી મતદાતા છે. 93 બેઠકો માટે કુલ 25,558 મતદાતા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. કુલ મતદારો 37.37 લાખ મતદાતા 18 થી 26 વય જૂથના છે. જેઓના મતો પર બંને પક્ષોની નજર છે. અને દર વર્ષે અહીં ભાજપ તરફ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ દરેકની નજર આ બેઠકો પર હશે. 21 માંથી 16 શહેરી બેઠક અમદાવાદ અને 5 વડોદરા શહેરની સીમમાં આવે છે.