કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દ્વારકાધીશના મંદિરમાં પૂજા-અર્ચના બાદ શરૂ કર્યો હતો અને તેમણે તેમના પ્રચાર અભિયાનનું સમાપન પણ અહીંના જગન્નાથ મંદિરમાં દર્શન કરી કર્યુ હતુ.
ગુજરાતમાં બે ડઝનથી વધુ મંદિરોની મુલાકાત લઈ ગઇકાલે મંગળવારે શહેરના જમલપુરમાં આવેલ જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. જગન્નાથ મંદિરમાં પુજારીજી મહંત દિલીપ દાસના અાશિર્વાદ મેળવ્યા હતા.જગન્નાથ મંદિર ખુબજ પ્રખ્યાત છે ખાસતો તેની રથયાત્રા વિશેષ મહત્વ ધરાવે છે.રાહુલ ગાંધીએ જગન્નાથ મંદિરમાં અારતીમાં પણ ભાગ લીધો હતો.
તેની સાથે સાથે ચૂંટણી દરમિયાન રાજ્યના 27 મુખ્ય મંદિરોની મુલાકાત લીધી હતી, જેમાં સોમનાથના દર્શનમાં તેમના પ્રવાસનો ખુબજ વિવાદનો પણ સમાવેશ થાય છે, જ્યારે તેમણે બીન હિન્દુ નામથી મંદિરના રજિસ્ટરમાં પ્રવેશ કરતી વખતે સહી કરી હતી. અા ઘટનાએ જોર પકડ્યું હતુ કે રાહુલ ક્યો ધર્મ પાળે છે, ગાંધીનગરનું પ્રસિદ્ધ અક્ષરધામ, ખોડલધામ, શામળાજી, ડાકોરના રણછોડ રાયજી મંદિર, ચોટીલાનું ચામુંડા માનુ મંદિર, બહુચર માતા મંદિર વગેરેમાં દર્શન કર્યા હતા.ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે મુખ્ય મુખ્ય મંદિરોના દર્શન કર્યા હતા.
મજેદાર વાતતો અે પણ છે કે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદીએ પણ મા અંબાજીના શરણમા ગયા હતા.રાહુલ ગાંધીએ અા મંદિરની મુલાકાત પહેલાજ લીધી હતી.ભાજપે .રાહુલ ગાંધીના મંદિરોની મુલાકાત સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.