અમદાવાદમાં દહેજને લગતી બાબતોમાં પરીણિતાઓ પર સાસરિયાઓ દ્વારા ગુજરાતા ત્રાસના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. શિક્ષિત સમાજમાં રહેતા શિક્ષિત લોકોમાંથી હજુ દહેજનું દૂષણ દૂર થયું નથી તે પોલીસ ચોપડે નોંધાઈ રહેલી દહેજની માંગણીઓની ઘટનાઓ પરથી જાણી શકાય છે. અમદાવાદમાં પોતાના માતા પિતા સાથે વાતો કરતી પત્ની પાસેથી ફોન ઝૂંટવીને પતિએ કહ્યું હતું કે તારા પિતાએ દહેજમાં કંઈ આપ્યું નથી અને તું ફોન પર તેમની સાથે વધારે વાતો કેમ કરે છે. પતિનો ત્રાસ વધવાને કારણે પરીણિતાએ પોતાના રહેતા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. માહિતી પ્રમાણે શહેરના તે વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ જ થયાં હતાં. લગ્નના ચારેક દિવસ સુધી સાસરિયાઓએ પરીણિતાને સારી રીતે રાખી હતી.પરંતુ બાદમાં સાસુ અને પતિએ તારા પિતાના ઘરેથી અમારા કહેવા પ્રમાણે કંઈ લાવી નથી એમ કહીને ટોણા મારવાનું ચાલુ કર્યું હતું પરીણિતાના માતાપિતાએ કરિયાવર સહિતની સામગ્રી આપી હોવા છતાં સાસરિયા તેની પાસે દહેજની માંગણી કરતાં હતાં. લગ્ન બાદ પરીણિતા ફરવા માટે ગઈ હતી ત્યારે તે તેના માતા પિતા સાથે ફોન પર વાત કરતી હતી.
આ દરમિયાન પતિએ તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. તેણે પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો. સાસુ અને પતિ સાથે મળીને ઘરસંસાર તોડવાની વાતો કરતાં હતાં સાસરીમાં ત્રાસ વધી જવાને કારણે પત્ની પોતાના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી બાદમાં તેના પિતા અને ભાઈ પતિને સમજાવવા માટે ગયાં હતાં ત્યારે પતિએ પરીણિતાના ભાઈ પર હાથ ઉપાડ્યો હતો પરીણિતાના પતિએ કહ્યું હતું કે તમે અમારા કહ્યા પ્રમાણે કશું આપ્યું નથી તમારી દીકરીને લઈ જાઓ અહીંથી એવું કહીને ઝગડો કરવા લાગ્યો હતો ત્યાર બાદ પરીણિતાના પિતા અને તેનો ભાઈ ત્યાંથી નીકળી ગયાં હતાં. બાદમાં પરીણિતાના પતિએ કહ્યું કે જો તારે અહીં રહેવું હોય તો બધું સહન કરવું પડશે. એમ કહીને ગંદી અને બિભત્સ ગાળો બોલાવા માંડી હતી ત્યાર બાદ પણ નહીં રોકાયેલા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી કંટાળેલી પત્નીએ સાસરિયા અને પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.