સાબરમતી પોલીસ મથક ની હદ માં બાબુ દાઢી ના જુગાર-દારૂ ના અડ્ડાઓ ચાલતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે ઉપરી અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં જુગાર અને દારૂ ની બદી દૂર કરવા સાબરમતી પોલીસ ને સૂચના અપાતા પોલીસે મળેલી બાતમી ના આધારે ન્યુ રેલવે કોલોની માં રેડ કરતા
ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ સમયે સ્થળ ઉપર હાજર રાજુ કાળું સેનમા ને ઉંચકી લીધો હતો. જોકે ચર્ચા એવી પણ વહેતી થઈ છે કે આ દારૂનો જથ્થો બાબુ દાઢી નો હતો જે તપાસ નો વિષય છે ઉપરી અધિકારીઓ દ્વારા જો પારદર્શક અને નિષ્ઠાપૂર્વક પ્રમાણિક પણે જો તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ કહેવાય છે.જોકે આ મામલો એક તપાસ નો વિષય છે જે અંગે ચર્ચાઓ ઉઠી છે.
વિગતો મુજબ સાબરમતી પોલીસે મળેલી બાતમી ના આધારે ન્યુ રેલ્વે કોલોની બ્લોક નંબર-ડી/૭૧૩ માં
રેડ કરતા ઈંગ્લીશ દારૂ નો રૂ.38,500 ની કિંમત નો દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે ત્યાં હાજર રાજુભાઇ કાળુભાઇ સેનમા ઉ.વ.-૪૧ ની ધરપકડ કરી હતી.
પોલીસ ને રૂમ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપની સીલબંધ કાચની બોટલો તથા શીલબંધ કાચના
ક્વાટર્સ મળી આવતા વિદેશી દારૂનો જથ્થો પોતાની પાસે રાખવા અંગે પોલીસે તેની પાસે પાસ પરમીટ માગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોલીસે મેકડોવેલ્સ કાચની બોટલો નંગ-૩૦ મુજબ એક બોટલની કિમત રૂપિયા ૫૦૦/- લેખે કુલ ૩૦ બોટલની કુલ્લે કિંમત્ત રૂ ૧૫,૦૦૦/ અને
મેકડોવેલ્સ ક્વાટર્સની કિમત રૂપિયા ૧૦૦/- લેખે કુલ ૧૮૫ મુજબ કુલ્લે કિંમત્ત રૂપિયા ૧૮,૫૦૦/ અને
ઓલ સીઝન્સ ગોલ્ડન કોલેક્શન રીઝર્વે હી સ્કી કંપનીના કાચના કવાટર્સ નંગ-૫૦ છે જે તમામ ક્વાટર્સ જે એક ક્વાટર્સની કિમત રૂપિયા ૧૦૦/લેખે કુલ-૫૦ ક્વાટર્સની કુલ્લે કિંમત રૂપિયા ૫, ૦૦૦/ મળી વિદેશી દારૂની બોટલો/ક્વાટર્સ મળી કુલ નંગ-૨૬૫
જેની કુલ્લે કિમત રૂપિયા ૩૮, ૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ રાજુ કાળું સેનવા ની ધરપકડ કરી હતી.
જોકે,આ દારૂ બાબુ નો હોવાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી હતી જે અંગે ઉપરી અધિકારીઓ તપાસ કરે તો સાચી વાત બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
5
/ 100
SEO સ્કોર