ઈસુદાન ગઢવીએ કહ્યું કે મને દારૂ ના ખોટા કેસ માં ફસાયો એનું મને ખુબ જ દુઃખ થયું છે તેમને પોતના ઉપર લાગેલા દરેક આરોપ ને લઇ પોતનો પક્ષ રજુ કર્યો પ્રેસ કોંફ્રન્સ તેઓ દરમિયાન ભાવુક થયા ઈસુદાન તેમને જણવ્યું કે આમ આદમી પાર્ટી થી ભાજપ ડરી ગઈ છે તેમને એમ પણ કહ્યું કે મારીશું ત્યાં સુધી લડીશું તેમને કહ્યું કે મહેશ સવાણી અને વિજય સુવાળા જેવા મહાનુભવો નું નપાર્ટી છોડી ને જવું એ દુઃખ ની વાત છે મને તેનું દુઃખ છે ડરાવવા અને ધમકાવની ભાજપ ની રાજનીતિ છે ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે.અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા પણ આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ હોવાની વાત કરતી એમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે. વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય તથા પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું એવી વાત કરી છે. ત્યારે સાંજે પણ “આપ “ના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી પરંતુ સેવા કરનારો માણસ છે એમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી.