સરકારે ગરીબોને ખાવા ધાન્ય મળી રહે તે માટે રેશનિંગની દુકાનોમાંથી સસ્તા દરે અનાજ વેચવાની વ્યવસ્થા કરી છે પણ બહાનાં કરીને ગરીબો ના રસોડા સુધી નહિ પહોંચતુ અનાજ કાળાબજારમાં વેચી મારવાનું કૌભાંડ ચલાવી અનેક લોકો માલામાલ થઈ રહયા છે અમદાવાદ માં આવા અનેક અનાજ માફિયાઓ છે જે પૈકી નારોલ વિસ્તારમાં લાલા નામનો ઈસમ સરકારી અનાજ ને સગેવગે કરવામાં નામચીન હોવાનું કહેવાય છે, આ લાલો ગરીબો નું અનાજ બારોબાર વેચી મારવામાં ઉસ્તાદ છે.
સરકારની માર્ગદર્શિકા પ્રમાણે જો કહેવામાં આવે તો જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તરફથી સમયાંતરે વ્યાજબી ભાવની દુકાનો પર અનાજ સહિતનો જથ્થો ધારાધોરણ મુજબ વિતરણ થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હોય છે. કસૂરવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાતી હોય છે. તેની પુરવઠા નિરીક્ષકો વિઝીટની નોંધ પણ કરતાં હોય છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા કરાતી તપાસમાં મોટાભાગે વ્યાજબી ભાવની દુકાનોને ક્લીનચીટ કે પછી સામાન્ય ક્ષતિ દર્શાવી છુટ્ટો દોર પણ અપાતો હોય છે.
પરિણામે, સરકાર તરફથી જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરિતી અટકાવવા એડીચોટીનું જોર લગાડે છે. ત્યારે બીજી તરફ પુરવઠા તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારી તેમજ કર્મચારીઓના આર્શિવાદ તળે બધું લોલમ લોલ ચાલતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
નારોલ વિસ્તારનો લાલા નામનો ઈસમ સરકારી અનાજ નું બારોબાર વહીવટ કરતો હોવાની બૂમ ઉઠવા પામી છે અમદાવાદ માં ઠેરઠેર સરકારી અનાજ નો જથ્થો સગેવગે કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે અગાઉ પણ સત્યડે માં નામ જોગ
એફસીઆઈ ના અધિકારીઓ નું કાંઈ ચાલતું નથી અને સરકારી અનાજ ની ગાડીઓ બારોબાર અન્ય ગોડાઉન માં લઇ જવાતી હોવાની વાતો વચ્ચે લાલો બેફામ બન્યો છે અને નારોલ માં બેરોકટોક ધંધો કરતો હોવાની વ્યાપક ચર્ચા ઉઠવા પામી છે.