અનુષ્કા અને વિરાટ લગ્ન પછી હનીમૂન માટે રોમ પહોંચી ગયા છે. લગ્નના ફોટાઓ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી ચુક્યા છે. હવે અનુષ્કાના હનીમૂનના ફોટાઓ અાવ્યા છે. રોમની હસીન વાદીઓમાં વિરૂષ્કા ખુબજ ખુશ-ખુશાલ દેખાય છે.
અનુષ્કા અને વિરાટ બ્લુ કલરના જેકેટ અને ટોપીમાં નજર અાવી રહ્યા છે. અનુષ્કાના હાથમાં મહેંદી ખુબસુરત લાગી રહી છે અને સગાઈની રિંગપણ જોવા મળે છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં બરફની ચાદરથી ઢંકાયેલ બેહદ સુંદર લાગી રહ્યું છે.
અા ફોટાને અનુષ્કાના એક્સ બોયફ્રેન્ડ રણવીર સિંહે પણ લાઈક કર્યો છે.અા પહેલા લગ્નના ફોટાને પણ રણવીર સિંહે લાઈક કર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.રણવીર સિંહ અને દીપિકાએ બુકે મોકલી અાવનારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બરે ઈટલીમાં ખુબજ પાંખા લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.હવે બંનેના પ્રશંસકો રિસેપ્શનની અાતુરતાથી રાહ જુએ છે, જે 26 ડિસેમ્બરે યોજાશે.ઇન્વીટેશન કાર્ડ પણ અાવી ગયા છે.
વિરૂષ્કા રિસેપ્શન પહેલા થોડા દિવસે પરત ફરશે.અા રિસેપ્શન દિલ્હીના 5 સ્ટાર હોટલમાં થશે.બીજુ રિસેપ્શન મુંબઈમાં થશે.અા રિસેપ્શનમાં મુંબઈની ફિલ્મી હસ્તીઓ અાવશે.