ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને જોરદાર ઠપકો આપતા ભારતે કહ્યું કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે તેમની રક્ષણ કરી રહ્યું છે.તારીખ 26/11ના મુંબઈ હુમલાના ગુનેગારોને પાકિસ્તાનમાં રક્ષણ મળતું રહ્યું છે.મંગળવારે યુએનએસસીમાં ‘સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોની સુરક્ષા’ વિષય પર યોજાયેલી ખુલ્લી ચર્ચામાં ભારતે એમ પણ જણાવ્યું કે વિશ્વભરમાં મોટાભાગના આતંકવાદી હુમલાઓ કોઈને કોઈ રીતે પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે.
