જય પ્રકાશ રાવલ:
ન કરે નારાયણ અને કોંગ્રેસીઓની માનતા ફળે અને સત્તા મળે પછીનો સિનેરીયો કેવો હશે?
સૌ પ્રથમ બધા ઇવીએમ ભંગારમાં વેચવામાં આવશે. એક તો વાડ્રાજીના આ જૂના ધંધાનો દેશને લાભ મળશે. જો કે ભાજપ હારે તો ઇવીએમનો વાંક કાઢવાનું મુશ્કેલ બનશે. પણ છિબ્બરજી હાર્દિક સાથે મળીને ફોર્મ્યુલા શોધી કાઢશે. ઈવીએમ તો જોઈએ જ નહી, મતપેટીની જેમ ઉઠાવી જવાની સગવડ નથી.
ફેંકું પરંપરા પર બાન મુકાશે. સરકાર બધી જાહેરાત સ્ટેમ્પ પેપર પર કરશે. સ્ટેમ્પ પેપર સપ્લાયર તરીકે કોઇ તેલગી ઊભો કરવા માટે શરદ પવાર સાથે ગઠબંધન પુનર્જીવીત કરાશે.
સર્વધર્મસમભાવ માટે દરેક નાગરિકે જાળીદાર ટોપી, ક્રોસ અને શર્ટની ઉપર જનોઈ પહેરવા પડશે. મસાજ કરાવતી વખતે પણ. થાઇલેન્ડ સહિતના દેશોના પ્રવાસ વખતે પણ.
ત્રણ તલાકની પ્રથા બંધ કરીને માત્ર એક જ વખત તલાક બોલવાનું રહેશે.
વધેલા કામકાજને કારણે સ્વિસ બેંકો સર્વિસ ચાર્જ વધારી દેશે.
પાકિસ્તાનમાં ચીન તરફથી ખેરાતમાં મળેલા ફટાકડા અડધા ફૂટશે બાકીના અંડરગ્રાઉંડ થઈ જશે.
ભરૂચમાં પાકિસ્તાની હાઇ કમિશનરની કચેરી શરુ થશે.
તમામ જ્ઞાતિ કોમને ૫૦ ટકા અનામત મળશે. એની ફોર્મ્યુલા શોધવા હાર્દિક છિબ્બર સમિતિ રચાશે.
કોંગ્રેસના મુખ્ય પ્રધાનો અને વડા પ્રધાનના વિદેશ પ્રવાસો યથાવત્ રહેશે. ફરક એટલો જ કે તેઓ કયા જાય છે અને શું કરે છે એ ગુપ્ત રખાશે.
સુટબુટ પર પ્રતિબંધ મુકાશે. ફાટેલા ખિસ્સાવાળા ઝબ્બાની ફૅશન આવશે.
મણિશંકર, અન્સારી, મનમોહન પાકિસ્તાન સાથેના સંબંધો ખૂલ્લેઆમ ગાઢ બનાવી શકશે.
આદરણીય રાહુલજી અવઢવમાં રહેશે. અહમદઅન્કલની પહેલાની જેમ તિજોરીના રખેવાળ રાખવા કે મુખ્યપ્રધાન બનાવીને તિજોરી ભરવાનું કામ સોંપવું.
સ્થાનિક પક્ષો અને લુખ્ખાઓને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવાશે.
લોકનાયક હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશને વાજતે ગાજતે પક્ષની પાઘડી પહેરાવાશે. પછી જૂના-નવા અને નવા-નવા ટાંટીયાખેંચ શરુ કરશે, જે આગામી ચૂંટણીની ટિકિટ વહેંચણી વખતે પરાકાષ્ઠાએ પહોંચશે. શંકરસિંહ બાપુની જેમ.
અને નવસર્જન તો રહી જ ગયું. એ માટે વિસર્જન કરવું પડે. તમામ રસ્તા ખોદી નંખાશે. વીજળી અમુક કલાક. જુના કોન્ટ્રેકટ રદ કરીને નવાને અપાશે.
નવી સરકાર પાસે કંઈક કામ અને આગામી ચૂંટણીમાં આશ્વાસન આપવા સમસ્યા હોવી જોઇએને?
અને છેલ્લે- ગાંડા વિકાસને પાગલખાનામાં મોકલી દેવાશે.