મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આ વખતે નવી એપ લોન્ચ કરવા જઈ રહી છે નવું અપડેટ નહીં.વોટ્સએપ ટૂંક સમયમાં iPad માટે એક અલગ એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે.વોટ્સએપના આઈપેડ એપની પુષ્ટિ વોટ્સએપના વડા કેથકાર્ટ દ્વારા પણ કરવામાં આવી છે, જોકે લોન્ચની તારીખ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આઈપેડ માટે અલગ વોટ્સએપ એપની લાંબા સમયથી માંગ હતી અને કંપની આ માંગને પહોંચી વળવા માટે ખુશ છે.થોડા દિવસો પહેલા વોટ્સએપ બે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે જેમાંથી એક સિક્યોરિટી ફીચર છે અને બીજું વૉઇસ કૉલ્સ માટેનું વૉલપેપર છે. ડેસ્કટોપ એપ માટે વોટ્સએપમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ફીચર આવવાનું છે.
આ સિવાય નવા અપડેટ બાદ યુઝર્સ વોઈસ કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ વોલપેપર પણ બદલી શકશે. WABetaInfo એ વોટ્સએપના નવા ફીચર વિશે માહિતી આપી છે. નવા અપડેટ પછી ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરવાથી ટુ-સ્ટેપ વેરિફિકેશનની મંજૂરી મળશે જેમાં પિનની જરૂર પડશે જો કે યુઝર પાસે પિનને સક્ષમ અને અક્ષમ કરવાનો વિકલ્પ હશે.વોટ્સએપના બીટા વર્ઝન પર થોડા દિવસો પહેલા વોઈસ રેકોર્ડિંગને પોઝ કરવાનું ફીચર જોવામાં આવ્યું છે. આ ફીચર ડેસ્કટોપ યુઝર્સ માટે સૌથી પહેલા આવશે. થોડા દિવસો પહેલા જ વોટ્સએપે વોઈસ મેસેજનું પ્રીવ્યુ ફીચર બહાર પાડ્યું છે.