ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના વાડજ વિસ્તારની કે જ્યાં વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર હિતેન્દ્રસિંહ દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.વાડજ પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને વહીવટદાર હિતેન્દ્રસિંહ તખતસિંહ ચાવડા દ્વારા પોતાના વિશ્વાસુ વહીવટદાર તરીકે રમેશભાઈ નામની વ્યક્તિને રાખવામાં આવ્યો છે કે પી.આઈ.અને વહીવટદાર હિતેન્દ્રસિંહ તખતસિંહ ચાવડા વતી દરેક અડ્ડાઓ ઉપર રમેશભાઈ નામની વ્યક્તિ દ્વારા ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે અને મુખ્ય વહીવટદાર હિતેન્દ્રસિંહ ની વાત કરવામાં આવે તો સાબરમતી પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકે પણ હિતેન્દ્રસિંહ જ ચાલુ છે અને સાબરમતી વિસ્તારમાં જુગારના બેતાજ બાદશાહ ગણાતા બાબુ દાઢી સાથે ખૂબ જ ઘરોબો ધરાવે છે અને વારંવાર બાબુ દાઢી ના ત્યાં વિજિલન્સ,ક્રાઇમબ્રાન્ચ અને પીસીબી દ્વારા વારંવાર કાર્યવાહી કરવા છતાં પણ હિતેન્દ્રસિંહ ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અનેક ચર્ચાઓ ઉભી થવા પામી છે.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
1.વસંતી
દેશી દારૂ
રામાપીરનો ટેકરો
2. ગણેશ
દેશી દારૂ
ડી માર્ટની સામેના છાપરામાં
3. બાબુ
AMTS બસ નંબર 200 ના બસ સ્ટેન્ડ ની પાછળ વર્લી મટકા નો જુગાર
4. ચંદા
દેશી દારૂ
AMTS બસ ડેપોની બાજુની ગલીમાં
5. સવિતા
વણઝારા વાસની પાછળ
6. ભયલું
અંગ્રેજી દારૂ
સૂર્યલોક ટાવર વાડજ
7. બડધો
દેશી દારૂ
તુલસીનગર,વાડજ
8. ગાંડી
દેશી દારૂ
નટના છાપરા તુલસીનગરની બાજુમાં વાડજ
9. ગાંડાજી
દેશી દારૂ
ઠાકોર વાસ નવા વાડજ પોલીસ સ્ટેશનની સામે
10. દિશેષ
દેશી દારૂ
હરિઓમ નગરની સામે
વાડજ
11. જેબુ
આખા વાડજ વિસ્તારના અડ્ડાઓ ઉપર દેશી દારૂ પહોંચાડનાર
12. ચદો સિંધી
આખા વાડજ વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ ઉપર દેશી દારૂ અને વિદેશી દારૂ પહોંચાડનાર
જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.