ગે ડેટિંગ એપ Grindr ચીનમાં લાંબા સમયથી વિવાદમાં છે. હવે ચીનની સરકારે એપ સ્ટોર પરથી Grindr એપને હટાવી દીધી છે. એપ સ્ટોરમાંથી Grindr એપને હટાવવી એ ચીની સરકારના કન્ટેન્ટ મોનિટરિંગ અભિયાનનો એક ભાગ છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીને 1997માં સમલૈંગિકતાને ગેરકાનૂની જાહેર કરી હતી, પરંતુ સમલૈંગિક લગ્ન ગેરકાયદેસર છે અને LGBTQને લઈને પણ વિવાદ છે.
ચીનમાં LGBTQ સમુદાય દબાણ હેઠળ છે. LGBTQ સંબંધિત સામગ્રી સેન્સર કરવામાં આવી છે. આ સિવાય ફિલ્મોમાં ગે રોમાન્સ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એપલે એક નિવેદનમાં કહ્યું છે કે ગ્રિંડરના ડેવલપરે તેની એપને એપ સ્ટોર પરથી હટાવી દીધી છે. એપલના એપ સ્ટોર સિવાય, અન્ય એપ સ્ટોર્સમાંથી પણ ગ્રિન્ડર એપને દૂર કરવામાં આવી છે. જણાવી દઈએ કે ચીનમાં ગૂગલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ છે.
Grindr એપને સ્ટોરમાંથી હટાવવા અંગે કંપનીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, જોકે એપ સ્ટોર પર ચાઈના બ્લુડ ઉપલબ્ધ છે, જે ગ્રિન્ડરની હરીફ છે. તમને જણાવી દઈએ કે અમેરિકન રોકાણકારોના દબાણમાં 2020માં Grindr એપને વેચવામાં આવી હતી.